ભાજપના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા હાલમાં રાજકીય રીતે મુશ્કેલીમાં છે. કિરીટ સોમૈયાનો એક કથિત રીતે અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે ખૂબ વાયરલ પણ થઈ રહ્યો છે. તેમની ઉપર મહિલાના શોષણના આરોપો પણ લાગી રહ્યા છે. કિરીટ સોમૈયાએ આ બધા આરોપો ફંગાવ્યા છે.
કિરીટ સોમૈયાએ અત્યાર સુધી ભાજપ વિરુદ્ધ પક્ષના નેતાઓ પર ભ્રષ્ટાચારના અનેક આરોપો લગાવ્યા છે. તેઓએ અનેક નેતાઓના વિરુદ્ધ પુરાવાઓ સાથે ઈડી, સીબીઆઇમાં ફરિયાદ નોંધાવી છે. જેના કારણે અનેક નેતાઓ રાજકીય રીતે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. કિરીટ સોમૈયાએ હંમેશા ભ્રષ્ટાચાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. પણ તે કિરીટ સોમૈયા જ હવે મુશ્કેલીમાં છે. તેમનો એક કથિત રીતે અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
કિરીટ સોમૈયાનો આ વીડિયો રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં આ વીડિયોની ચર્ચા થઈ રહી છે. હવે આ કથિત અશ્લીલ વીડિયો પર કિરીટ સોમૈયાની પ્રતિક્રિયા સામે આવી છે. કિરીટ સોમૈયાએ રાજ્યના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં લખ્યું છે કે, “મેં કોઈ સ્ત્રોનું શોષણ
આભાર – નિહારીકા રવિયા કર્યું નથી. મારા પર આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. કિરીટ સોમૈયાએ કહ્યું છે કે તેની સત્યતા ચકાસવી જાઈએ અને તેની પૂર્ણ તપાસ થવી જાઈએ.
કિરીટ સોમૈયાનો આ કથિત વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે અમે આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. આ વીડિયો કિરીટ સોમૈયાનો છે કે નહીં તેની કોઈ પાક્કી માહિતી મળી નથી. પણ આ વીડિયો કિરીટ સોમૈયાના નામે દાવો કરીને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.