બગસરાના સેવાભાવીઓ દિપકભાઈ પંડયા, મયુર પંડયા અને ગીરધરભાઈ સોલંકી દ્વારા છેલ્લાં ૧૬ વર્ષથી સ્વખર્ચે અસ્થિઓ હરીદ્વાર ખાતે વિસર્જન કરવામાં આવે છે. બગસરાના હિન્દુ સ્મશાન ખાતે મૃતકોના અસ્થિઓનું પૂજન તેમના સ્વજનોના હાથે કર્યા બાદ બગસરા અને વિસાવદર તાલુકાના તમામ અસ્થિઓ એકત્ર કરવામાં આવે છે. અસ્થિઓનું છેલશંકરદાદાના પૂજન હાથે કરાવી બાલાભગત દ્વારા ધૂન કરાવવામાં આવી હતી. ૧પ૦ કરતા વધારે અસ્થિઓનું ભાદરવી પૂનમના દિવસે શાસ્ત્રી પ્રફુલભાઈ જોષી અને હિતેષભાઈ ત્રિવેદી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરી અસ્થિઓનું ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યા બાદ તમામ મૃતાત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તમામ સેવાકિય કાર્ય સેવાભાવીઓ દ્વારા સ્વખર્ચે કરવામાં આવી રહ્યુ છે.