સિદ્ધી મૂસેવાલા હત્યાંકાડ અંગે મોટો ઘટસ્ફોટ થયો છે. અહીં ૮ શાર્પ શૂટર્સની ઓળખ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે તેઓ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્રના રહેવાસી છે. આ તમામ શાર્પ શૂટર્સ લોરેન્સ ગેંગમાં કાર્યરત છે. પંજાબ પોલીસને શંકા છે કે આ તમામ હત્યારાએ ૨૯ મે માનસામાં પંજાબી સિંગરની ગોળી મારી હત્યા કરી દીધી હતી. તેમની ઓળખ થયા પછી આ ૪ રાજ્યોની પોલીસ શાર્પ શૂટર્સને પકડવા કાર્યરત થઈ ગઈ છે. આના સિવાય હત્યારાઓને હથિયાર અને ગાડી આપનારા, હત્યા પહેલા રોકાણ માટે વ્યવસ્થા કરાવનારા શખસ અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
મૂસેવાલા હત્યાંકાડંમાં સુભાષ બોંદા, સંતોષ યાદવ, સૌરભ, મનજીત સિંહ, પ્રિયવર્ત ફૌજી, હરકમલ, જગરૂપ સિંહ રૂપા અને મનપ્રીત સિંહ સામેલ છે. આમાં હરકમલ, રૂપા અને મનપ્રીત પંજાબના રહેવાસી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મૂસેવાલાની હત્યાના ૩ દિવસ પહેલા આ તમામ કોટકપુરા હાઈવે પર ભેગા થયા હતા. ત્યારપછી અહીં રોકાણ કર્યું અને તેમને ૨ અજાણ્યા શખસોએ સહાય કરી હોવાની માહિતી મળી રહી છે. પંજાબ પોલીસે હિટલિસ્ટ યાદીમાં ૧૦ શાર્પ શૂટર્સના નામ સામેલ કર્યા છે. જેમાં ૮ શાર્પ શૂટર્સ સિવાય વધુ ૨ ગેંગસ્ટર પણ સામેલ છે. જેમની ઓળખ બહાર પાડવામાં આવી નથી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગેંગસ્ટર લોરેન્સે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને જણાવ્યું કે મૂસેવાલાની હત્યા માટેના હથિયાર રાજસ્થાનના જાધપુરથી લાવવામાં આવ્યા હતા. આ હથિયારો વિજય, રાકા અને રણજીત નામના ૩ શખસો લાવ્યા હતા. પંજાબ પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે હુમલાખોરો માટે બોલેરો ગાડી રાજસ્થાનથી લાવવામાં આવી હતી.
પંજાબ પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મૂસેવાલાની હત્યા કરનારા શાર્પ શૂટર્સ ઉત્તર પ્રદેશ અને નેપાળમાં છુપાયા હોઈ શકે છે. ઉત્તરનું મુઝફ્ફરનગર પોલીસના રડાર પર છે. આ સિવાય દિલ્હી પોલીસે નેપાળમાં દરોડા પાડ્યા છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ૨૯ મે, રવિવારે સાંજે ૫ઃ૩૦ વાગ્યે માણસાના જવાહરકે ગામમાં હત્યા કરવામાં આવી હતી. મૂસેવાલાની ગાડી પર લગભગ ૪૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મુસેવાલાના શરીર પર ૧૯ ઘા મળી આવ્યા હતા. જેમાં ૭ ગોળી સીધી મુસેવાલાને વાગી હતી. મૂસેવાલાને ગોળી માર્યાની ૧૫ મિનિટમાં જ મારી નાખવામાં આવ્યો હતો. બોલેરો અને કોરોલા વાહનો દ્વારા ચેઝ કર્યા બાદ થાર જીપમાં જઈ રહેલા મૂસેવાલાનું મોત થયું હતું. તે સમયે મુસેવાલા સાથે કોઈ ગનમેન નહોતો.