ભારતમાં જ્યાં એક તરફ ઘૃણા ફેલાવનાર લોકો ધર્મનાં નામ પર સમાજમાં ઝેર ફેલાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ એવા પણ લોકો છે, જે ધર્મોને એકબીજા સાથે જાડવા અને પ્રેમનો સંદેશ આપવા માટે આગળ આવી રહ્યા છે. હાલમાં જ આ એકતાની એક શાનદાર મિસાલ જાવા મળી છે. બે મુસ્લિમ ભાઈઓએ પોતાના લગ્નનાં કાર્ડ પર ભગવાન ગણેશ અને રાધા – કૃષ્ણની તસવીરો છપાવીને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ મામલો મધ્ય પ્રદેશનાં વિદિશા જીલ્લાનો છે. આ જીલ્લાનાં આનંદપુરમાં ૨૨ મેનાં રોજ એક લગ્ન સંપન્ન થયા. આ લગ્નમાં જે વાત સૌથી વધારે ચર્ચામાં રહી, તે હતી બે મુસ્લિમ ભાઈઓનાં લગ્નના કાર્ડ. ઈરશાદ અને અંસાર નામના બે મુસ્લિમ ભાઈઓએ પોતાના લગ્નના કાર્ડ પર ભગવાન ગણેશ અને રાધા-કૃષ્ણની તસવીરો છપાવી હતી. સાથે જ કાર્ડમાં ઉર્દૂ ન છપાવીને હિંદી ભાષાનો જ પ્રયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે, મુસ્લિમ સમુદાયમાં લગ્નનું કાર્ડ અંગ્રેજી અથવા ઉર્દૂમાં હોય છે, પરંતુ આ બંને ભાઈઓએ કાર્ડને હિંદીમાં છપાવીને તથા કાર્ડ પર હિંદુ દેવી-દેવતાઓની તસવીર લગાવીને એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સામાન્ય રીતે, મુસ્લિમ સમુદાયમાં લગ્નના કાર્ડ લાલ રંગમાં અને હિન્દીમાં છાપવાનું ટાળવામાં આવે છે, પરંતુ આ બંને મુસ્લિમ ભાઈઓએ આ ટ્રેન્ડ તોડ્યો છે. જણાવી દઈએ કે તેમના લગ્નના કાર્ડ લાલ રંગના જ છે, જેમાં ઉપર ભગવાનની તસવીર જાવા મળે છે. સાથે જ હિંદીનાં એ બધા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, જે સામાન્ય રીતે હિંદુ સમુદાયના લગ્નના કાર્ડ પર કરવામાં આવે છે, જેમકે શ્રીમાન…., પ્રેષક, પ્રીતિભોજ વગેરે. આ લગ્નનું કાર્ડ આસપાસનાં વિસ્તારોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યું છે.