દેવબંદમાં જમિયત ઉલેમા-એ-હિંદની નેશનલ કોન્ફરન્સનો આજે છેલ્લો દિવસે પ્રોફેસર મૌલાના નોમાની શાહજહાંપુરીએ કોમન સિવિલ કોડનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે કહ્યું, “સરકાર મુસ્લિમ પર્સનલ લાને નાબૂદ કરવા માટે કોમન સિવિલ કોડ લાવવા માગે છે, જે સહન કરવામાં આવશે નહીં. લગ્ન, છૂટાછેડા જેવી બાબતો ધાર્મિક ભાગ છે. દેશના દરેક શહેરને સ્વતંત્રતાનો અધિકાર મળેલો છે. મુસ્લિમો તેમના ધાર્મિક કાયદામાં કોઈપણ ફેરફાર સ્વીકારશે નહીં. જા સરકાર આમ કરશે તો અમને તમામ પ્રકારના વિરોધ કરવાની ફરજ પડશે.”
કોન્ફરન્સમાં ૨૫ રાજ્યમાંથી જમિયતના ૧૫૦૦ અગ્રણી સભ્યો આવ્યા છે. વારાણસીની જ્ઞાનવાપી, મથુરાની શાહી ઈદગાહ- શ્રીકૃષ્ણ જન્મભૂમિ, કુતુબ મિનાર જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આજના સંમેલન પર દેશભરના મુસ્લિમો સહિત દરેક હિન્દુત્વવાદી પક્ષોની નજર પણ રહેલી છે. આ સંમેલનમાં દેશભરમાંથી લગભગ ત્રણ હજાર મુસ્લિમોએ ભાગ લીધો છે. કોન્ફરન્સમાં ‘ફિદા-એ-ઝિલ્લત’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક ઉર્દૂ ને અરબી ભાષામાં છે. એના લેખક મૌલાના અબ્દુલ હઈ ફારુકી છે. દારુલ ઉલૂમ દેવબંદના વાઇસ-ચાન્સેલર અબ્દુલ કાસિમ નોમાની, જમિયત ઉલમા એ-હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મહમૂદ મદની દ્વારા પુસ્તકનું વિમોચન કરાયું હતું.
કોન્ફરન્સમાં ‘ફિદા-એ-ઝિલ્લત’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક ઉર્દૂ ને અરબી ભાષામાં છે. એના લેખક મૌલાના અબ્દુલ હઈ ફારુકી છે. દારુલ ઉલૂમ દેવબંદના વાઇસ-ચાન્સેલર અબ્દુલ કાસિમ નોમાની, જમિયત ઉલમા એ-હિંદના રાષ્ટ્રીય અધ્યક્ષ મૌલાના મહમૂદ મદની દ્વારા પુસ્તકનું વિમોચન કરાયું હતું. કાયદા પંચના ૨૦૧૭માં પ્રકાશિત થયેલા ૨૬૭મા અહેવાલ મુજબ, હિંસા ભડકાવનારા અને તમામ લઘુમતીઓને વિશેષ રીતે સજા માટે અલગ કાયદો બનાવવો જાઈએ. ખાસ કરીને મુસ્લિમ લઘુમતીઓને સામાજિક અને આર્થિક રીતે અલગ પાડવાના પ્રયાસોને નિષ્ફળ બનાવવા જાઈએ.
મૌલાના મહમૂદ મદની અને અરશદ મદની જમિયત ઉલેમા-એ-હિંદના રાષ્ટ્રીય સંમેલનમાં એક મંચ પર દેખાયા હતા. બંને કાકા-ભત્રીજા છે. ખુરશી બાબતે વિવાદ પછી બંને પોતપોતાની જમિયતના પ્રમુખ બની ગયા હતા. ઘણા સમય બાદ જ્યારે બંને જમિયતના વડાઓએ સ્ટેજ શેર કર્યું. બંનેએ એકતાનો સંદેશ આપ્યો. સ્ટેજ પરથી અરશદ મદનીએ કહ્યું હતું કે એ દિવસ દૂર નથી જ્યારે બંને જમાત એક થઈ જશે, કારણ કે બંને જમાતનો હેતુ એક જ છે.