ઉત્તરાખંડના હરિદ્વારમાં ૧૭ થી ૧૯ ડિસેમ્બર સુધી યોજોયેલી ધર્મ સંસદ વિવાદમાં આવી ગઈ છે.જૂના અખાડાના મહામંડલેશ્વર યતિ નરસિંહાનંદ ગીરીની અધ્યક્ષતામાં યોજોયેલી ધર્મ સંસદમાં સાધુ સંતોએ હિન્દુત્વને લઈને આપેલા વિવાદિત નિવેદન અને મુસ્લિમમોને નિશાન બનાવીને ઉશ્કેરણીજનક ભાષણો કર્યા હતા. જેના પગલે આ ધર્મ સંસદની વિદેશી મીડિયામાં પણ ચર્ચા થઈ રહી છે અને પાકિસ્તાનના અખબારોએ તો તેના અંગે મોટા લેખો પ્રકાશિત કર્યા છે.
પાકિસ્તાનની ચેનલો પણ પાછળ રહી નથી.એક ચેનલે કહ્યુ છે કે, આ હેટ સ્પીચ સંમેલનમાં ભારતના હિન્દુવાદી નેતાઓએ મુસ્લિમમોનો ખાતમો કરવા માટે આહવાન કર્યુ છે અને તેમાં લઘુમતીઓને ટાર્ગેટ કરવામાં આવી છે.આ સંમેલનમાં હિન્દુઓને લઘુમતીઓ સામે હથિયાર ઉઠાવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી.
આ સંમેલનમાં યતિ નરસિંહાનંદે ભાષણ કર્યુ હતુ કે, હથિયાર ઉઠાવ્યા વગર ધરતીની કોઈ કોમ બચી શકી નથી અને બચી શકશે પણ નહીં.આ ધર્મ સંસદનો એક માત્ર મુદ્દો એ છે કે, ૨૦૨૯માં ભારતનો પીએમ એક મુસ્લિમમ હશે અને આ મુદ્દો આધાર વગરનો નથી.જે રીતે મુસ્લિમમ વસતી વધી રહી છે અને હિન્દુ વસતી ઘટી રહી છે તે જોતા સાત વર્ષમાં રસ્તાઓ પર મુસ્લિમમો જ દેખાશે.
પાકિસ્તાનના એક અખબારે આ નિવેદન પ્રકાશિત કર્યુ છે અને સાથે સાથે આરોપ લગાવ્યો છે કે, પીએમ મોદીની સરકાર મુસ્લિમમો સાથે ભેદભાવ કરે છે.તુર્કી મીડિયાએ પણ પીએમ મોદીની સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, ૨૦૧૪માં પીએમ મોદીના સત્તા પર આવ્યા બાદ હિન્દુઓની ભીડ દ્વારા ડઝનબંધ લોકોને અને ખાસ કરીને મુસ્લિમમ તેમજ દલિત હિન્દુઓને ગાયોના વેચાણ બદલ ગે ગૌમાંસ ખાવા બદલ લિન્ચિંગ કરીને મારી નાંખવામાં આવ્યા છે.
ધર્મ સંસદને લઈને પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીએ ટિપ્પણી કરી છે ત્યારે આંતરરાષ્ટ્રીયય પત્રકાર સી જે વર્લમેને હિન્દુત્વની તુલના હિટલરના યહૂદીવાદ સાથે કરી છે અને બંનેને એક જ ગણાવ્યા છે. અમેરિકાની ટેનિસ સ્ટાર માર્ટિના નવરાતોલિયાએ પણ ધર્મ સંસદમાં થયેલા ભાષણો સામે નારાજગી વ્યક્ત કરી છે.