(એ.આર.એલ),અલીગઢ,તા.૧૪
અલીગઢ મુસ્લમ યુનિવર્સિટીએ મુસ્લમ ઉમેદવારોને ધર્મના આધારે એડમિશન કે ભરતી (રિક્રૂટમેન્ટ)માં અનામત આપવામાં આવતી હોવાના દાવાને નકારી કાઢ્યા છે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર આવી કોઇ સિસ્ટમ અસ્તત્વમાં નથી.સુપ્રીમ કોર્ટના ચુકાદાના થોડા દિવસો પછી યુનિવર્સિટીએ અનામત અંગેનું નિવેદન જારી કર્યું હતું. કોર્ટે અગાઉ જણાવ્યું હતું કે, અલીગઢ મુસ્લમ યુનિવર્સિટીના લઘુમતી દરજ્જા સંબંધી કાનૂની પ્રશ્નનો નિર્ણય નવી બેન્ચ દ્વારા કરાશે.
કોર્ટે ૧૯૬૭ના ચુકાદાને રદ કરતા જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કેન્દ્રીય કાયદા દ્વારા રચાઇ હોવાથી તેની લઘુમતી સંસ્થા ગણી શકાય નહીં. ઉલ્લેખનીય છે કે, અલીગઢ યુનિવર્સિટીના અધિકારીઓ છેલ્લા ત્રણ દિવસથી મુસ્લમો માટે અનામત બેઠકો રાખવામાં આવતી હોવાના દાવાને નકારી રહ્યા છે. અલીગઢ મુસ્લમ યુનિવર્સિટીની પબ્લક રિલેશન્સ ઓફિસના પ્રોફેસર મોહમ્મદ અસીમ સિદ્દીકીએ જણાવ્યું હતું કે, ‘અલીગઢ મુસ્લમ યુનિવર્સિટી મુસ્લમ ઉમેદવારોને યુનિવર્સિટી દ્વારા ભણાવાતા વિવિધ કોર્સ કે ભરતી (રિક્રૂટમેન્ટ)માં કોઇ અનામત આપતી નથી. સુપ્રીમ કોર્ટના સાત જજના ચુકાદા પછી કેટલાક મીડિયા આઉટલેટ્સ દ્વારા આવા અહેવાલ પ્રસિદ્ધ કરાયા છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એએમયુમાં યુનિવર્સિટી દ્વારા સંચાલિત શાળાઓમાં પાસ થતા વિદ્યાર્થીઓ માટે આંતરિક ક્વોટા સિસ્ટમ છે. આવા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરે ત્યારે તેમના ધર્મને ધ્યાનમાં લીધા વગર પાત્રતાને આધારે ૫૦ ટકા બેઠક અનામત રખાય છે.’સિદ્દીકીએ જણાવ્યું હતું કે,એએમયુમાં મુસ્લમ વિદ્યાર્થીઓ માટે બેઠક અનામત રાખવાના અહેવાલ ખોટા અને ગેરમાર્ગે દોરનારા છે.’ ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીના લઘુમતી દરજ્જાને ટાંકીને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ૯ નવેમ્બરે જણાવ્યું હતું કે, ‘દેશના સ્રોતો અને લોકોના ટેક્સથી ચાલતી આવી સંસ્થા પછાત વર્ગ, અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના લોકોને અનામત આપતી નથી. જાકે, મુસ્લમોને ૫૦ ટકા અનામત આપે છે.’