દિપાવલીનો તહેવાર હોવાથી લોકોમાં અનેરો જોમ, જુસ્સો અને થનગનાટ જાવા મળી રહ્યો છે. નૂતનવર્ષને આવકારવા માટે મુંબઈ, સુરત, અમદાવાદ સહિત અનેક શહેરોમાંથી વતનીઓ અમરેલી જિલ્લામાં આવી રહ્યા છે. જેના કારણે પેટ્રોલપંપ પર વાહનોની લાંબી કતારો જાવા મળી રહી છે ખાસ કરીને સીએનજી વાહનોની સંખ્યા વધુ દેખાઈ રહી છે. દર વર્ષે નૂતન વર્ષના પ્રારંભે લોકો તહેવાર ઉજવવા માટે આવતા હોય છે. મુંબઈથી આવેલા પિયુષભાઈ ઘાડીયાએ જણાવ્યું હતું કે વેપાર-ધંધા માટે છેલ્લાં ૧૭ વર્ષથી નવી મુંબઈ ખાતે પરિવાર સાથે સ્થાયી થયેલા છીએ પરંતુ દિપાવલીનો તહેવાર ઉજવવા માટે હંમેશા વતન આવીએ છીએ, વતનમાં જુના મિત્રો, સ્નેહીજનો તેમજ કુંટુબીજનોને મળવાનો અનેરો આનંદ મળે છે સાથોસાથ વતનમાં તહેવાર ઉજવવાથી કુટુંબ ભાવના પણ વિકસે છે. જા કે જિલ્લાવાસીઓ પર્યટન સ્થળે ફરવા માટે પણ ઉપડી ગયા છે. મુસાફરોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા પેટ્રોલપંપો પર લાંબી લાઈનો જાવા મળી રહ્યો છે.