ભ.ભા. વિદ્યાલય કોડીનાર દ્વારા મુળદ્વારકા ગામે રાષ્ટ્રીય સેવા યોજના (એન.એસ.એસ.)ની ખાસ શિબિરનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે ઇન્ડિયન પોટાશ લિમિટેડ કોડીનારના જનરલ મેનેજર યશભાઈ સોલંકી અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય હરિસિંહ દાહીમાએ રાષ્ટ્રીય સેવા યોજનાના ઉદ્ભવ, હેતુઓ અને લક્ષ્યાંકો વિશે માહિતી આપી હતી. અધ્યક્ષ યશભાઈ સોલંકીએ એન.એસ.એસ. પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓને થતા ફાયદાઓની સાથે કોડીનારની જીવાદોરી સમાન સુગર ફેક્ટરી અને ઇન્ડિયન પોટાશ લિમિટેડના આગામી પ્રોજેક્ટ્સ વિશે માહિતગાર કર્યા હતા. કાર્યક્રમમાં ઇ.આચાર્ય ભૂપેનભાઈ ચૌહાણ, ગામના આગેવાનો ઉપસ્થત રહ્યા હતા.