(એ.આર.એલ),મુરાદાબાદ,તા.૩
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક મુસ્લમ બીજેપી સમર્થકના મોત બાદ ઈમામ વિરુદ્ધ જનાજાની નમાજ પઢવાનો ઈન્કાર કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપ છે કે મૌલવીના ના પાડ્યા બાદ પરિવારના સભ્યોને નમાજ પઢાવવામાં આવી હતી. ઈમામ સહિત ૫ લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.મુરાદાબાદ જિલ્લાના કુંડારકી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં ૨૩ જુલાઈના રોજ એક વૃદ્ધ મુસ્લમ વ્યક્તનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. આ પછી, જ્યારે જનાજાની નમાઝનો સમય થયો અને ઈમામને નમાજ માટે બોલાવવામાં આવ્યા, ત્યારે તેણે છેલ્લી ઘડીએ નમાજ પઢવાની ના પાડી દીધી અને આરોપ છે કે ઈમામે નમાજ પઢવાની ના પાડી કારણ કે મૃતક ભાજપ સમર્થક હતો. ત્યાર બાદ મામલો ગરમાયો હતો. કોઈક રીતે પરિવારજનોએ પોતાના પરિચિતને બોલાવીને નમાઝ અદા કરી મૃતક અલીદાદને દફનાવ્યો હતો.મૃતકના પુત્ર દિલનવાઝ ખાનનું કહેવું છે કે મારા પિતાનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું. આ પછી જ્યારે જનાજાની નમાજ પઢવામાં આવી ત્યારે ઈમામ સાહેબે ના પાડી દીધી. જ્યારે અમે પૂછ્યું કે તેઓ શા માટે ના પાડી રહ્યા છે, તો અમને ખબર પડી કે તેઓએ કહ્યું કે અમે ભાજપના વખાણ કરીએ છીએ, તમે ભાજપને મત આપો છો, તેથી જ તેઓએ ના પાડી છે. પછી અમારા સાળા આવે છે અને તેમને નમાઝ પઢાવે છે. હવે તેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે પોલીસે ઈમામ સહિત પાંચ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તેમની ટૂંક સમયમાં ધરપકડ થઈ શકે છે.