ગુજરાત મહાત્મા ગાંધી બાપુનાં ગુણગાન ગાઇ રહ્યું હતું. એ ગાંધી બાપુના પુનિત પગલે પગલે પરહરી રહ્યું હતું. ગુલામીની જંજીરો તોડવા જવા મર્દો જંગ ચડયા હતાં. દારૂગોળાના દૈત્યના સથવારા હતાં. પણ બાપુનું યુધ્ધ અનોખુ હતું જેમા માર ખાવાનો આવે, માર ખાતા ખાતા મુક્તિ માટે શહિદ થાવ લોક જુવાળ શહીદ થવા ખડે પગે હતો.
ના કરની લડત મંડાણી હતી. એા માટે ધોળકાની ભૂમિ પસંદ કરવામા આવી.
મહેસુલ નહી આપવા માટે જનજાગૃતિની જયોત જલાવવા માટે જાહેર સભાનું નક્કિ થયું. આખા અમદાવાદની નજર ધોળકા પર મંડાણી. પોળે પોળે ધોળકાના ધર્મ ધીંગાણાનો શંખનાદ થયો. એ હીરાલાલને કાને પડયો. અને એ ચમક્યા ગાંધી સાખના હીરાલાલ ડાહ્યાભાઇ નામનો તરવરિયો જુવાન એકવીસ પહોંચવા આવ્યો. હીરાલાલ ડાહ્યા જેમાં હીરાલાલના ગોરા અને ભરાવદાર કસાયેલ દેહ પર જવાનીનું જામ ભરડો લઇ ગયું હતું. ત્યારે જે કોલસાના ધંધા પરથી જુવાનનું મન ઉઠી ગયું અને ધોળકા આવી ગયા.
રાતનું ટાણું થયું. અંધારૂં ઉતરી આવ્યું વાળુ – પાણી પતાવીને લોકો આવ્યા. ધીરે ધીરે ધોળકાનું મેદાન ભરાઇ ગયું. લાઇટો પેટાવાઇ, બંધ દુકાનોના ઓટલા પણ ભરાઇ ગયા.
સરકારને મહેસુલ ન ભરવો સભામાં નાદ થયો.
હીરાલાલ ગાંધીએ પણ પોતાની તેજાબી વાણીમાં ગોરી હકુમતની ઝાટકણી કાઢી. હવે એમનું ઉગ્ર ભાષણ પુર્ણ થતાજ હીરાલાલને પકડી લેવાયા હતાં અને અમદાવાદની ન્યાયની અદાલતમાં હાજર કરી લીધા હતાં. હીરાલાલની ઉમર નાની જાતા અદાલતે હીરાલાલને કહેલું ઃ ‘માફી માંગો તો મુÂક્ત મળે.’
ત્યારે આત્મબળ, હિંમતવાળા હીરાભાઇનો જવાબ હતો. ‘માફી અને મોત શબ્દમાં કોઇને ફરક નથી.’ પછી અદાલતે એમને ચાર મહિનાની કેદની સજજા કરી હતી અને સાબરમતી જેલમાં રખાયા હતાં.
હવે જેલની સજા ભોગવીને હીરાલાલ ઘેર આવ્યા. ત્યારથી એમનું હૈયું, હરિભÂક્તમાં લાગ્યું. કોલસા વેચવાનું છોડીને. ચિતને શાશ્વત ભÂક્તમાં પરોવી ઉજમ કુઇની ધર્મશાળાનો જાગૃત કાર્યકર તરીકે કાર્યરત બની ગયા. ત્યાં આવતા – સંતોની સેવામાં સમય વિતાવતા હતા નશ્વર જગતનાં મોહ – માયામાંથી મન વાળી લીધું.યાત્રા અને જાપમાં લીન થઇ ગયા હતાં. ભÂક્તના માર્ગે એમણે ડગદીધા મુંબઇ શ્રી પાલનગરમાં દીક્ષા ગ્રહણ કરી. મુનીમારાજ સોમતિલક વિજયનામ ધારણ કરેલું. આપણા દેશમાં યાત્રા પ્રવાસ કરી લોકોને ધર્મે લાભ આપી માહારાજ સાહેબે કોલ્હાપુરમાં અતિ કઠીન તપશ્રર્યા કરી હતી. તેઓ શ્રીનો જન્મ ૧૪/૧ર/૧૯૯રના રોજ અમદાવાદમાં થયો હતો. અને ઇ.સ. ૧૯ર૯ની સાલે ના કરની લાતમાં જાડાયા હતાં.