દગડુ રિક્ષામાંથી ઊતર્યો એ તો જીમ્મીએ જાયો હતો પણ પછી કયાં સરકી ગયો એ ખ્યાલ ન રહ્યો. તે જે રિક્ષામાંથી ઉતર્યો એ રિક્ષાવાળો પણ વિરૂધ્ધ દિશામાં રિક્ષા હંકારી ગયો નહીંતર તો એનેય રોકીને પૂછી લેત પણ પોતે અને પેલા સિવિલ ડ્રેસમાં સજજ સાથી પોલિસ કોન્સ્ટેબલ ઉતરે ન ઉતરે એ પહેલા તો પેલો ઓટોવાળો પણ પોબારા ગણી ગયો કદાચ દગડુએ તેને ધમકી આપી હોય.
જીમ્મી ઉતરીને આમતેમ જાવા લાગ્યો કે ઓટોવાળો કહે: “સાહેબ મેરા કિરાયા તો દો.”
“હા ભૈ હા, તારૂં ભાડું દીધા વગર આ સિટી નહીં છોડું.” દગડુને નજર સામે જ હવામાં ઓગળી જતા જાઇને એક અફસોસનું ફસ્ટ્રેકશન જીમ્મીના ચહેરા ઉપર અને અવાજમાં છલકાઇ વળ્યું. પાકીટમાંથી પૈસા કાઢીને તેણે ઓટોવાળાના હાથમાં થામ્યા. ઓટોવાળો નીકળ્યો કે જીમ્મી આમતેમ જાવા લાગ્યો. પડખે પડખે જ ઓરડીઓ ચણેલી હતી. પાંચ પાંચ ઓરડીના ઝૂમખાં પછી નાની-નાની ગલીઓ પડતી હતી. જીમ્મીએ કપાળે હાથ પછાડયો: “સાલ્લો, હાથમાંથી નીકળી ગયો. !” તે આમતેમ જાતો હતો કે એક કોન્સ્ટેબલે તેને કહ્યું: “ તમને પાક્કી ખબર છે કે એ અહીં જ ઊતર્યો હતો ?” જવાબમાં જીમ્મીનો બાટલો ફાટયો: “ તો હું શું કામ મેથી મારવા તમને અહીં લાવું ? અરે કાલ રાતનો તેની પાછળ છું. એક કેસનો મુખ્ય સૂત્રધાર છે એ !” પણ પછી થોડું અચંબિત થતા તેણે બન્ને પોલીસમેનને પૂછયું.“દગડુની ક્રાઇમ હીસ્ટ્રી તમને ખબર નથી ? આાવાની તો કરમ કુંડળી તમને મોઢે હોય !! ”
“ડચ્ચ” જવાબમાં બન્નેએ ડચકારો બોલાવ્યો: “ બોસ, આ પુરાની બસ્તીમાં પહેલીવાર તમે અમને લઇ આવ્યા અને અમારી તો હજી નવી નવી જ નોકરી છે. સાહેબેય અમને ખાલી તમારો કોન્ટેકટ નંબર આપ્યો હતો બાકી કોઇ ઇન્સ્ટ્રકશન આપી નથી. એટલે કદાચ હજી અમે તેનાથી પરિચિત હોઇએ “ખરા ?”
“ઇટ્‌સ ઓ.કે. બટ ફોલો મી.” જીમ્મીએ કહ્યું અને આગળ વધ્યા તો એક સ્ત્રી એક ઓરડી આગળ ઊભી હતી. જીમ્મીએ ત્યાં જઇને પૂછયુ: “ બહનજી, દગડુ કહાચ રહતા હૈ ? ”
“દગડુ ?” પેલી સ્ત્રી જીમ્મી સામે એકધારી નજરથી તાકી રહી. અને પછી “ મુઝે નહી પતા…” કરતી અંદર ચાલી ગઇ. જીમ્મીને અને પેલા બન્ને પોલીસમેનને આશ્ચર્ય થયું: કશું જ બોલ્યા વગર તે અંદર જતી રહી ? અને પછી ઓરડીનું બારણું પણ બંધ કરી દીધું ? ચલો કોઇ બાત નહીં. તે આગળ ચાલ્યા તો એક ચાચા બકરીને પાલો ખખડાવતા હતા. જીમ્મીએ તેને પૂછયું: “ ચાચુ, યહાં દગડુ કિધર રહતા હૈ !” જવાબમાં પેલા ચાચા કોઇ વિચિત્ર નજરે આ ત્રણેય સામુ તાકી રહ્યા અને કશું જ બોલ્યા વગર ચાલતા થઇ ગયા. જીમ્મીએ બે ત્રણ જણાને પૂછયું તો એક લોકો “ મુઝે નહીં પતા” “હમેં નહીં પતા” કરતા જાણે ભાગી છૂટવા માંગતા હોવ એમ બીજું કશું જ બોલ્યા વગર ભાગી નીકળ્યા. વચ્ચે એક ચોક આવ્યો. જીમ્મીએ એક પાંત્રીસેક વરસના મુચ્છડ આદમીને ખાટલા ઉપર બેઠેલો જાયો. જીમ્મીને અંદરથી કૈંક શ્રધ્ધા બેઠી તેણે પેલા મુચ્છડને દગડુનું પૂછયું. પેલાએ મોઘમ સ્મિત કર્યુ અને પછી પૂછયું “ વો સાલા અબ કયા કારનામા કર કે આયા હૈ ?”
– મુચ્છડના પ્રતિભાવથી જીમ્મીએ પેલા બન્ને પોલીસમેન સામે જાયું અને આંખોથી જ પૂછયું:“ જાયું ? હું તમને કહેતો હતો ને!” જીમ્મીને બદલે તે પોલીસવાળાઓએ જ જવાબ આપ્યો: “ લૂંટમાર બડા ગફલા કિયા હૈ. હમ ઉસે ઢુંઢને કે લિયે આયે હૈ. તુમ જરા બતાઓ…. રહેતા કિધર હૈ સાલ્લા…”
“દેખો… યે સામને વાલી ગલી સે દાહીને ઔર મૂડ જાના. વહાં એક હનુમાનજી કા મંદિર હૈ.
મંદિર કી બગલ મેં હી ઉસકા ઘર હૈ.”
પણ જેવા ચોકમાં આવ્યા આ લોકોને બારીમાંથી દગડુ જાઇ ગયો. જીમ્મી અને બન્ને પોલીસમેન ત્યાં પહોંચે એ પહેલા તો…. બન્ને પોલીસમેને તેની પત્નીને ઘણી પૂછતાછ કરી પણ તે શું કહે ? રડતી હતી બે હાથ જાડીને ! અંતે ઘરની, મહોલ્લાની પૂરેપૂરી તલાશી લીધા બાદ પણ દગડુ હાથમાં આવ્યો નહી. એટલે જીમ્મી નિરાશ થઇને પાછો વળ્યો. ઇન્સ્પેકટર અજયને ભારે અફસોસ સાથે “સોરી” કહેવું પડયું. ઇન્સ્પે. અજયે કહ્યું ઃ “ હવે તારી ઉપર જાખમ વધી ગયું છે. તેની પત્નીનું નિવેદન અને તું કહે તે પ્રમાણે તેના વાણીવર્તનમાં દગડુ પ્રત્યે ભારોભાર તિરસ્કાર હોય તો તેની પત્ની દગડુની લાપરવાહીથી ખરેખર વાજ આવી ગઇ હોય. બાય ધ વે હવે તારી ઉપર જાખમ વધી ગયું છે એમ સમજ. એટલે તું હવે અહીં જ આવતો રહે. અને હા, જે સીમકાર્ડ તારાથી ખોવાઇ ગયું હતું એ સીમકાર્ડ, આઝમગઢના એક પસ્તીના વેપારી પાસેથી મળ્યું છે. અનિતાએ તને ફોન કર્યા પણ તારો ફોન કવરેજ એરિયા બહાર આવતો હતો એટલે અનિતાએ મારો સંપર્ક કર્યો.”
“ વોટ અ સરપ્રાઇઝ ? સાચ્ચે જ ?” જીમ્મી આનંદના અતિરેકમાં આવી ગયો: “ હું નીકળુ જ છું. હવે પગેરૂં આપણને મળી જશે.”“ હા એટલે તારે અને અનિતાને જ આઝમગઢ જવું પડશે. અનિતાએ તે વેપારીને મારી સ્ટ્રિકટ સૂચના અન્વયે કહી દીધું છે કે એ સીમકાર્ડ કયાંય ગેરવલ્લે ન જાય અને પોતે અને પોતાનો દોસ્તાર લેવા આવશે એમ પણ કહ્યું છે એટલે, તું જલ્દી આવી જા. મેં જિગરને પાછો બોલાવી લીધો છે !!” ઇ. અજયે ફોન મુકતા કહ્યું.
—–
“વેલકમ મિ. જીમ્મી…” ઇ. મલ્હોત્રાએ જીમ્મીને આવકારતા કહ્યું. ઃ બપોરનું ભોજન જમીને જ જવાનું છે અને તમારી સાથે બે પોલીસમેનને પણ મોકલું છું. તમને મૂકી જાય છે.”
“અરે ના… ના… સર… એવી તસ્દી… હું મારી મેળે.”
“ પ્લીઝ, જીમ્મી. હવે ક્રિમિનલની નજરે તું ચડી ગયો છો. આપણે દગડુને જાઇ શકતા નથી પણ તેની તો બન્ને આંખો તારા ઉપર જ હોય. હવે એ તને ઓળખી ગયો છે અને ઇ. અજયે પણ મને આ બાબતની ખાસ વાત કરી છે. તું પોલીસ ડિપાર્ટમેન્ટમાં નથી તેમ છતાં પણ પોલીસ ખાતાને આટલી મદદ કરી રહ્યો છે ! “ઇટ્‌સ માય પ્લેઝર” જીમ્મીએ બે હાથ જાડયા. અને પછી સિટીની પ્રખ્યાત હોટલનું અત્યંત સ્વાદિષ્ટ ખાણું લઇને તે નીકળી ગયો. તેની સાથે બે પોલીસમેન હતા…. ત્યારે દગડુ શહેર ફરતે આવેલી ડુંગરમાળાની સોંપટ થઈને આઝમગઢ જતા નેશનલ હાઇવે સુધી પગપાળા ચાલતો ચાલતો પહોંચી ગયો હતો. સાંજ ઢળવામાં હતી પગમાં ખૂબ જ કળતર થતું હતું. બાળકો તો તેણે જાયા ય નહતા પણ મા ના શ્વાસની ખર્રરાટી તેના કાળજે ચૂભી રહી હતી. પત્નીનો આક્રોશ તેને હવે સમજાયો હતો. બબલી અને મુન્નો કયાંક આડોશ પાડોશમાં રમવા ગયા હતા તેના તો મોઢા ય કયાં જાવા મળ્યા હતા ? અરે, બે મિનિટ બેસવા પણ કયાં મળ્યું હતું ! એ તો સારૂ થયું કે પાણી પીતા પીતા જાળિયામાંથી નજર ગઇ નહીંતર ?
તેને ટકલુ બોસ ઉપર ખુબ ગુસ્સો ચડયો. ચાર – પાંચ ગાળ બોલી ગયો. આ બાજુ એભલનો પણ પતો નથી. સાલ્લો કયાં પહોંચ્યો ? અને પેલી છિનાળ… તેણે બાજરો બાળી દીધો લાગે છે… નક્કી લેબોરેટરીવાળોય ફૂટી ગયો હોવો જાઇએ. પણ રે ! પોલીસના ડંડા પડે તો ભલભલાની ફૂટી જાય તેમાં લેબોરેટરીવાળાના તો શા ગજા ?
પણ દગડુને એ ખબર નહોતી કે લેબોરેટરીવાળો તો સંકેલો કરીને, બૈરી છોકરાને લઇને ગામ છોડીને વેશપલટો કરીને ભાગી છૂટયો હતો જે દિવસે ઇન્સ. અજયે તેને પૂછતાછ માટે બોલાવ્યો હતો.
—-
હાઇવે ઉપર એકલ દોકલ વાહનની રાહ જાતો, આથમતા સાંજના ઉતરતા અંધારામાં ભૂખ્યો તરસ્યો દગડુ અને આ તરફ જીમ્મી રામગઢ તરફ જઇ રહેલી ટ્રેનમાં બેઠો બેઠો આવનારા સમય વિષે વિચારી રહ્યો હતો.
—-
રાજેશ્વરીબા નીકળી ગયા પછી અનિતા તેની ફ્રેન્ડને ત્યાં ગઇ હતી. ઘરમાં હવે એકાંત હતું. રવિના બનિયનભર પલંગ પર સૂતેલા અર્જુન પાસે ગઇ. પણ તેની ઝાંઝરી તેના આગમનની ચાડી ખાઇ ગઇ. રવિના અર્જુનની સામે ઊભી રહે એ પહેલા અર્જુન પલંગમાં બેઠો થઇ ગયો હતો. “ તમે નારાજ છો મારાથી ?” રવિના સાવ અડોઅડ આવીને ઊભી રહી ગઇ: “ જે કંઇ મેં કર્યું એમાં મારો જ વાંક છે. પણ હું તમને મનથી વરી ચૂકી છું. મેં કરેલું તનનું સર્મપણ તમારી યુવાનીનું જાશ માત્ર નહોતું પણ તેમાં મારી ય પૂરેપૂરી ઇચ્છા હતી. એટલે પરસ્પર સંમતિથી બંધાયેલો સંબંધ પાપ નથી કે નથી કોઇ એકલાની ભૂલ ! પણ, સાવ કોઇ અજાણી છોકરીની સલામતી ખાતર કોઇ પુરૂષ, પોતાના ઘરે લઇ આવે એ વાત જ મર્દાનગીની હોઇ શકે. તમારી ઉપર આ હૈયું ત્યારથી ઓળધોળ થઇ ચૂકયું હતું હવે રાણી ગણીને રાખો કે દાસી ગણીને. પણ મારી મરી ગયેલા મા – બાપના સોગંદ ખાઇને કહુ છું કે મેં તમને પતિ માની લીધા છે અને છેલ્લા શ્વાસ સુધી કોઇ બીજા પુરૂષ મારી જિંદગીમાં આવશે નહી…(ક્રમશઃ)