youtube.com

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ અને મંદિરની લડાઈ હવે મુઘલોની રાણીઓ સુધી પહોંચી ગઈ છે.એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું કે, ભારતના મુસ્લિમોને મુઘલો સાથે કોઈ સંબંધ નથી, પરંતુ એ જણાવો કે મુગલ બાદશાહોની પત્નીઓ કોણ હતી?’ ઓવૈસીના નિવેદન પર મુસ્લિમ ધર્મગુરુઓ નારાજ છે.
લખનૌના દારુલ ઉલૂમ ફિરંગી મહલીના પ્રવક્તા મૌલાના સુફિયાન નિઝામીએ આ બાબતે નિવેદન આપતા કહ્યું કે, મુસ્લિમો આ પ્રકારના નિવેદનથી ખુશ નથી અને તો સમર્થન કરતા નથી. આ સમય એવો છે કે મંદિર અને મસ્જિદને લઈને બે સમુદાયો વચ્ચેના વિવાદને મોટા વિવાદમાં બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પ્રવક્તા મૌલાના સુફિયાન નિઝામીએ કહ્યું, પોતંક રાજકીય એજન્ડા બનાવીને આ પ્રકારનું નિવેદન આપવામાં આવી રહ્યું છે. પરંતુ અફસોસની વાત એ છે કે, જે લોકો મુસ્લિમોના નામે પોતાને સમર્થન આપવાની વાત કરે છે. આવા લોકોએ ક્યારેય મસ્જિદ વિશે કંઈ કર્યું નથી કે પછી તેના નિર્માણમાં ફાળો આપ્યો નથી.
દારુલ ઉલૂમ ફિરંગી મહલીના પ્રવક્તા મૌલાના સુફિયાન નિઝામીએ કહ્યું, આવા નિવેદનો માત્ર રાજકીય નિવેદનબાજી કરવા માટે છે. જેનાથી બે સમુદાયોને આમને-સામને લાવીને તેમની રાજકીય રાજનીતિ કરી શકાય. આવા નિવેદનો કરવા પાછળ કોણ છે તે તમે બધા અમારા કરતા વધુ સારી રીતે જાણો છો.
અસદુદ્દીન ઓવૈસીએ સવાલ કર્યો છે કે, ભારતના મુસ્લિમોને મુઘલો સાથે કોઈ સંબંધ નથી, પરંતુ એ જણાવો કે મુગલ બાદશાહની પત્નીઓ કોણ હતી? અસદુદ્દીન ઓવૈસીએ ગુજરાતના સુરતમાં એક રેલીને સંબોધિત કરતા પહેલા પણ કહ્યું હતું કે, ભાજપ પુષ્યમિત્ર દ્વારા તોડવામાં આવેલા બૌદ્ધ મંદિરોની વાત કેમ નથી કરતી.
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ અસદુદ્દીન ઓવૈસીએ કરેલી પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઓવૈસી મુસ્લિમોના ભસ્માસુર છે, ઓવૈસી તો કહે કે જ્યારે ભારતના મુસ્લિમોને મુઘલો સાથે કોઈ સંબંધ નથી તો તેમના સ્મારકોની વાત આવે ત્યારે ઓવૈસી કેમ બેચેન થઈ જાય છે, ઓવૈસીએ આજે માતૃશક્તિનું અપમાન કર્યું છે.