રાજયસભા ચુંટણીમાં ઉમેદવારને લઇ ઝારખંડના મુખ્યમંત્રી અને જેએમએમ નેતા હેમંત સોરેનની વિરૂધ્ધ સાથી પાર્ટી કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ થયા છે.રાજયની બડકાગાંવથી કોંગ્રેસના ધારાસભ્ય અંબા પ્રસાદે હેમંત સોરેન પર ગઠબંધન ધર્મ નહીં નિભાવવાનો આરોપ લગાવ્યો છે.તેમણે કહ્યું કે રાજયસભા બેઠકને લઇ મુખ્યમંત્રી સોરેનના નિર્ણયથી હતાશા હાથ લાગી છે. અંબા પ્રસાદે કહ્યું કે કોંગ્રેસ હંમેશાથી ગઠબંધન ધર્મ નિભાવતી આવે છે તમામે તેને નિભાવવી જાઇએ
અંબા પ્રસાદે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે કોંગ્રેસ પાર્ટીએ હંમેશા પોતાનો ગઠબંધન ધર્મ,પોતાનું ગઠબંધનની ફરજ નિભાવી છે પછી ભલે કોઇ પણ મુદ્દો હોય હંમેશા સાથે ઉભી રહી છે.તેને વિધાનસભાથી પસાર કરવાનો હોય કે જે પણ વિષય હોય હંમેશા એક બે દિવસ બેઠક કરી મેરાથન બેઠક થઇ છે હંમેશા આવો એપિસોડ થયો છે અને કોંગ્રેસ પાર્ટીની કાર્યકર્તા હોવાને કારણે અમારા માટે ખુબ હતાશા કરવાની વાત છે તેમણે કહ્યું કે અમારા કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શ્રીમતી સોનિયા ગાંધીથી જે વાત થઇ ત્યારબાદ મુખ્યમંત્રીએ ખુદ નિર્ણય લીધો
તેમણે કહ્યું કે હેમંત સોરેનના નિર્ણયથી પાર્ટીની અંદર એક ઉદાસી છવાઇ ગઇ તમામ લોકો નિરાશ અને ખુબ દુખી છે જા કે તેમણે એ પણ કહ્યું કે અમને આશા છે કે આગળ જે પણ મતભેદ છે અથવા જેના કારણે આ તમામ વસ્તુઓ થઇ તો તેને ઠીક કરવી જાઇએ જેથી આપણા રાજયમાં તેનો પ્રભાવ ન પડે