મધ્યપ્રદેશમાં આઠ વર્ષ બાદ ત્રિસ્તરીય નગર નિગમની ચુંટણી થઇ રહી છે જે ખુબ રસપ્રદ જોવા મળી રહી છે.રાજનીતિક પાર્ટીઓ પોત પોતાના ઉમેદવારોને જીતાડવા માટે પુરી શક્તિ લગાડી રહી છે કોંગ્રેસ મધ્યપ્રદેશમાં આગામી સરકાર બનાવવા અને પાછા મેદાનમાં આવવા માટે ગ્રામ પંચાયતથી લઇ જીલ્લા પંચાયતના સભ્ય સુધી પોતાના ઉમેદવાર ઉતારી પ્રદેશમાં ફરી મજબુતીથી ઉભી થવા માટે કામ કરી રહી છે જયારે ભાજપ મિશન ૨૦૨૩ની સાથે ગામે ગામમાં સરપંચ અને જીલ્લા પંચાયત સભ્યોની ચુંટણીમાં મજબુતીથી લડી વિધાનસભા ચુંટણીનો માર્ગ સરળ બનાવવામાં લાગી છે.
મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણના ગૃહ જીલ્લા સીહોરમાં ચાર વિધાનસભા બેઠકો સીહોર,ઇછાવર આષ્ટા અને બુધની છે સીહોર વિધાનસભા વિસ્તારમાં પ્રથમ તબકકાની ચુંટણી સંપન્ન થઇ ગઇ છે.સિહોર વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે હાલ ત્યાં ભાજપના સુદેશ રાય ધારાસભ્ય છે તે ગત બેવારથી વિધાનસભા ચુંટણી જીત્યા છે.સીહોર વિધાનસભા વિસ્તારમાં જીલ્લા પંચાયત સભ્યોની ચાર બેઠક છે પંચાયત ચુંટણીમાં આ તમામ બેઠકો પર કોંગ્રેસે ધમાકેદાર જીત હાંસલ કરી છે.
સીહોર વિધાનસભા વિસ્તારની જીલ્લા પંચાયત વોર્ડ નં. ૧થી શશાંક સકસેના,વોર્ડ નં.૨છી રાજ રાજપુત,વોર્ડ નં. ૩થી રૂખસાર અનસ ખાન અને વોર્ડ નં. ૪થી રચના ડોકટર સુરેન્દ્ર સિંહ મેવાડાની જીત થઇ છે.પંચાયત ચુંટણીની સૌથી ખાસ વાત એ છે કે પોતાના વિસ્તારમાં ધારાસભ્ય સુદેશ રાયે ભાજપ સમર્થિત જે ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો તે તમામ હારી ગયા છે ત્યારબાદ ભાજપમાં બળવો શરૂ થઇ ગયો છે પૂર્વ જીલ્લા પંચાયત અધ્યક્ષ જસપાલ અરોરાએ કહ્યું કે આ ધારાસભ્ય સુદેશ રાયની હાર છે.તેમણે કહ્યું કે ધારાસભ્ય સંગઠન અને પાર્ટીને પોતાના હિસાબથી ચલાવી રહ્યાં છે.
તેમણે કહ્યું કે જે રીતે પ્રથમ તબક્કાના પરિણામ આવ્યા છે તે ભાજપ માટે શર્મનાક સ્થિતિ છે.જીલ્લા પંચાયત,જનપદ પંચાયત અને સરપંચ પદો માટે ઉભેલા ઉમેદવારોને સુદેશ રાયે સમર્થન આપ્યું હતું. તેમના માટે પ્રચાર પ્રસાર કર્યો હતો તેનાથી તો દરેક જગ્યા ભાજપના ઉમેદવારોની જીત થવાની જ હતી પરંતુ જયાં જયાં જયાં ધારાસભ્યે પોતાની પસંદના ઉમેદવાર ઉતાર્યા ત્યાં ત્યાં ભાજપ સમર્થિત ઉમેદવારોની હાર થઇ છે.તેમણે કહ્યું કે આ ભાજપની નહીં પરંતુ વિસ્તારના નેતાઓની હાર છે.જસપાલ અરોરાએ કહ્યું કે આ સેમીફાઇનલ મેચ છે જયારે તેમાં આ સ્થિતિ છે તો ૨૦૨૩ની વિધાનસભા ચુંટણીમાં પાર્ટી માટે ખુબ જ શર્મનાક સ્થિતિ હશે જસપાલે એ પણ કહ્યું કે નગર નિગમ ચુંટણીમાંજયાં જયાં ભાજપના બળવાખોર ચુંટણી મેદાનમાં છે તેનાથી ભાજપનને નુકસાન થઇ શકે છે.’