મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે હવે નવા વિવાદમાં ફસાયા છે. સીએમ શિંદે અને તેમના મંત્રીઓએ રૂ. ૧.૫૮ કરોડનું બિલ ચૂકવ્યું નથી. સ્વીસ કંપનીએ મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનને કાનૂની નોટિસ મોકલી છે. વિપક્ષ આ મુદ્દે રાજ્ય સરકારને ઘેરવામાં વ્યસ્ત છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જાન્યુઆરીમાં સ્વીટ્ઝર્લેન્ડના દાવોસમાં ઉઈહ્લની મુલાકાત દરમિયાન સીએમ એકનાથ શિંદે અને કેટલાક મંત્રીઓને આપવામાં આવેલી સેવાઓ માટે કંપની દ્વારા આ બિલ આપવામાં આવ્યું હતું. સીએમ શિંદે અને તેમના મંત્રીઓએ આ બિલના પૈસા ચૂકવ્યા નથી. હવે આ અંગે નોટિસ જારી કરવામાં આવી છે.
ઈન્ડીયન એક્સપ્રેસે અહેવાલ આપ્યો છે કે, ૨૮ ઓગસ્ટની તારીખની નોટિસમાં આરોપ છે કે રાજ્ય સંચાલિત મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશને પેઢીને રૂ. ૧.૫૮ કરોડ ચૂકવ્યા નથી.
એમઆઇડીસી,મુખ્યમંત્રી ઓફિસ, વિદેશ મંત્રી એસ જયશંકર, વર્લ્ડ ઈકોનોમિક ફોરમ અને અન્યને આપવામાં આવેલી નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ બાકી રકમ છે, જ્યારે સ્ૈંડ્ઢઝ્ર દ્વારા ૩.૭૫ કરોડ રૂપિયાની ચૂકવણી થઈ ચૂકી છે. સ્વીસ ફર્મે ૧૫-૧૯ જાન્યુઆરી દરમિયાન આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન પૂરી પાડવામાં આવેલ તમામ સેવાઓના બિલ સાથે પુરાવા પણ સબમિટ કર્યા છે.
મહા વિકાસ આઘાડીએ વિરોધ કર્યાે છે , ખાસ કરીને શિવસેના યુબીટીના આદિત્ય ઠાકરે અને એનસીપીના રોહિત પવાર જેવા નેતાઓએ શિંદે સરકારની ટીકા કરી છે. આદિત્ય ઠાકરેએ સરકાર પર દાવોસ પ્રવાસ પર વધુ પડતો ખર્ચ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ રાજ્યના નાણાકીય વ્યવહારોમાં જવાબદારી અને પારદર્શિતાની માંગણી કરી હતી.