મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતો ‘રાજ્ય સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત સપ્ટેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા. ૨૫ મી સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩ થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિને આ ‘રાજ્ય સ્વાગત’ યોજવામાં આવે છે.

આ ઉપક્રમમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સપ્ટેમ્બર ૨૦૨૫નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૫ સપ્ટેમ્બરને ગુરૂવારે યોજાવાનો છે.

નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવારે, તા.૨૫ સપ્ટેમ્બરના રોજ સવારે ૮-૦૦ થી ૧૧-૦૦ દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.