વિસાવદર જતા પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમવારે ધારી ખાતે આવી પહોંચ્યા હતા. તેઓ હેલિકોપ્ટર મારફતે ધારી પહોંચતા, સ્થાનિક નેતાઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ધારી પહોંચ્યા બાદ મુખ્યમંત્રીએ ધારી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.તેમનો મુખ્ય હેતુ વિસાવદર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ ભરવા અને ચૂંટણી સભા સંબોધવાનો હતો. ધારીથી મુખ્યમંત્રી મોટર માર્ગે વિસાવદર જવા રવાના થયા હતા.







































