સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. જા કે બીજી તરફ ભારતમાં દૈનિક કોરોનાનાં કેસ છેલ્લા ઘણા સમયથી ૧૦ હજાર નીચે આવી રહ્યા છે. જા કે એ વાત પણ સાચી છે કે કોરોનાનાં નવા વેરિઅન્ટે ગુજરાતમાં પગ પેસારો કરી દીધો છે અને સતત તેમા વધારો થઇ રહ્યો છે. વળી રાજ્યમાં કોરોનાનાં દૈનિક કેસમાં પણ પહેલાની સરખામણીએ વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વચ્ચે આજે વહેલી સવારે રાજ્યનાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.

રાજ્યમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલમાં આને લઇને કેવી તૈયારીઓ છે તે જાવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી સવારે સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. આ સરપ્રાઇઝ વિઝિટનું સાંભળી સિવિલનો પૂરો સ્ટાફ ચોંકી ગયો હતો. અચાનક કોઇ પ્લાન વિના ઝ્રસ્ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી પહોંચતા લોકોમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. કહેવાય છે કે, ગાંધીનગર સિવિલમાં એ કોવિડ અને ઓમિક્રોન વોર્ડની મુલાકાત લીધી હતી. ત્યારે આ સપ્રાઈઝ વિઝિટમાં મુખ્યમંત્રીએ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેની વ્યવસ્તા અંગે માહિતી મેળવી હતી. તો સિવિલ હોસ્પિટલની વ્યવસ્થા અંગે અધિકારીઓ તથા ડોક્ટર સાથે મુખામંત્રીએ ચર્ચા પણ કરી હતી. બીજી તરફ ઝ્રસ્ ની સરપ્રાઇઝ વિઝિટથી સ્ટાફ હરકતમાં આવી ગયો હતો. વળી ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે સિવિલમાં દાખલ દર્દીઓનાં પરિવારજનોનો અભિપ્રાય પણ જાણ્યો હતો. તેમને દવા, સારવાર કેવી આપવામાં આવી તે વિશે પણ તેમણે માહિતી મેળવી હતી. વળી ઝ્રસ્ એ અહી સફાઇ કામદારો સાથે પણ ચર્ચા કરી હતી. ખાસ વાત એ છે કે રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનાં નવા કેસ વધી રહ્યા છે ત્યારે ઝ્રસ્ ની આ સરપ્રાઇઝ વિઝિટ હોસ્પિટલમાં કોવિડને લઇને કેવી તૈયારી થઇ રહી છે તે રૂબરૂ જાઇ વિશેષ માહિતી લેવાનુ કહેવાઇ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યનાં આરોગ્ય વિભાગનાં જણાવ્યા અનુસાર રાજ્યમાં રવિવારે કોરોનાનાં ૧૭૭ કેસ નોંધાયા હતા. વળી આ દરમ્યાન રાજ્યમાં ઓમિક્રોનનાં કોઇ કેસ સામે આવ્યા નથી. રાજ્યમાં નોંધાયેલા કેસમાં અમદાવાદમાં સૌથી વધુ ૫૩ કેસ સામે આવ્યા છે. જ્યારે સુરતમાં ૨૫ અને વડોદરામાં ૧૬ કેસ નોંધાયા છે.  જ્યારે રાજકોટમાં ૩૬ કેસ નોંધાયા છે.