ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે ધારાસભ્ય તરીકે શપથ લીધા. સીએમ ધામીએ સોમવારે બપોરે લગભગ ૧ વાગ્યે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. વિધાનસભા સચિવાલયમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ ભૂતકાળમાં ચંપાવત વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. એસેમ્બલી સ્પીકર રિતુ ખંડુરી ભૂષણે સીએમ પુષ્કર સિંહ ધામીને શપથ લેવડાવ્યા હતા.
આ દરમિયાન ભાજપના રાજ્યસભા સાંસદ નરેશ બંસલ, કેબિનેટ મંત્રી ગણેશ જોશી ઉપરાંત ભાજપના તમામ ધારાસભ્યો શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. શપથ લીધા બાદ ઉપસ્થિતિત ધારાસભ્યોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
તેમના શપથ ગ્રહણ સમારોહ પછી, સીએમ ધામીએ બધાને સંબોધિત કરતા કહ્યું કે મને આપણા રાજ્યની પ્રથમ મહિલા વિધાનસભા અધ્યક્ષ તરફથી શપથ લેવાની તક મળી. હું તમને ખાતરી આપું છું કે હું તમારા રાજ્યના સેવક તરીકે કામ કરીશ. હું ઉત્તરાખંડને નંબર વન રાજ્ય બનાવવા માટે કામ કરીશ. હું પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં રાજ્યના વિકાસ માટે કામ કરીશ.
જણાવી દઈએ કે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ખાતિમાથી હાર્યા હતા. જે બાદ તેણે ચંપાવત સીટ પરથી પેટાચૂંટણી લડી અને રેકોર્ડ જીત નોંધાવી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર નિર્મલા ગહતોરીને ૫૫ હજોરથી વધુ મતોથી હરાવીને આ બેઠક જીતી છે. બીજી તરફ ઉત્તરાખંડ વિધાનસભાનું બજેટ સત્ર મંગળવારથી શરૂ થઈ રહ્યું છે.