રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આજરોજ લાઠી-લીલીયા તાલુકાના વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સવારે ૮.૪૫ કલાકે અમરેલી સ્થિત એરપોર્ટ ખાતે આવશે. મુખ્યમંત્રીશ્રી સવારે ૯.૧૦ કલાકે લાઠી સ્થિત ધનજીદાદા સરોવરનું નિરીક્ષણ કરશે. ૯.૨૦ કલાકે રેલવે-૧૬ નાળા પાસેના ગાગડીયા નદીના નવા કામનું અને ૯.૩૦ કલાકે કેરીયા સરોવરનું તથા ૯.૪૫ કલાકે દેવળીયા ખાતે ગાગડીયા નદીમાં થયેલા વિકાસકામોનું નિરીક્ષણ કરશે. મુખ્યમંત્રી સવારે ૧૦ થી ૧૦.૧૫ કલાકે દુધાળા સ્થિત હેતની હવેલી ખાતે આવશે. ૧૦.૧૫ થી ૧૦.૨૦ કલાક સુધી લાઠી અને લીલીયા તાલુકાના ૭૫ ગામોમાં નેત્રયજ્ઞ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવશે. ત્યારબાદ મુખ્યમંત્રી ૧૦.૩૦ કલાકે દુધાળા સ્થિત હેતની હવેલીથી અમરેલી એરપોર્ટ પરથી અમદાવાદ જવા રવાના થશે.