કોંગ્રેસના એક નેતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટÙના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને સમન્સ જારી કર્યા છે. ૨૦૨૪ના ચૂંટણી પરિણામને પડકારતી આ અરજી પર બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેન્ચે ફડણવીસ પાસેથી જવાબ માંગ્યો છે. અરજી દાખલ કરનારા કોંગ્રેસના નેતા પ્રફુલ્લ વિનોદરાવ ગુડાડે ફડણવીસ સામે ૩૯,૭૧૦ મતોથી ચૂંટણી હારી ગયા હતા. મત ગણતરી પ્રક્રિયામાં ખામીઓ અને ભ્રષ્ટાચારનો આરોપ લગાવતા, તેમણે કોર્ટને અપીલ કરી છે કે ૨૦૨૪ માં ફડણવીસની જીતને અમાન્ય જાહેર કરવામાં આવે.
કોંગ્રેસ નેતા ગુડાડેના વકીલે જણાવ્યું હતું કે જસ્ટિસ પ્રવીણ પાટિલની બેન્ચે સીએમ ફડણવીસને સમન્સ જારી કર્યા છે, જેના પર તેમણે ૮ મેના રોજ જવાબ આપવાનો છે.








































