જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે પોતાનો ચુકાદો આપશે. દિલ્હીના સીએમ કેજરીવાલે દારૂ નીતિ કેસમાં જામીન અને સીબીઆઈ દ્વારા ધરપકડ રદ કરવાની માંગ કરી છે.સીબીઆઇ દ્વારા કરાયેલી ધરપકડને પડકારતી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર હવે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે. અગાઉ, દિલ્હીની એક અદાલતે બુધવારે આમ આદમી પાર્ટી નેતા દુર્ગેશ પાઠકને દારૂ નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં જામીન આપ્યા હતા.
સેન્ટ્રલ બ્યુરો આૅફ ઇન્વેÂસ્ટગેશન આ કેસની તપાસ કરી રહી છે. સ્પેશિયલ જજ કાવેરી બાવેજાએ જાકે આ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી ૨૫ સપ્ટેમ્બર સુધી લંબાવી હતી. અગાઉના આદેશ મુજબ આરોપીને તેમની સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે જજે આ આદેશ આપ્યો હતો. ૩ સપ્ટેમ્બરના રોજ ન્યાયાધીશે કેજરીવાલ, પાઠક અને અન્યો વિરુદ્ધ ચાર્જશીટની નોંધ લેતા કહ્યું હતું કે તેમની સામે આગળ વધવા માટે પૂરતા પુરાવા છે. તેણે ન્યાયિક કસ્ટડીમાં રહેલા કેજરીવાલ માટે પ્રોડક્શન વોરંટ જારી કર્યું હતું અને પાઠકને ૧૧ સપ્ટેમ્બરે સમન્સ પાઠવ્યું હતું.
સીબીઆઈએ થોડા અઠવાડિયા પહેલા કેજરીવાલ, પાઠક, વિનોદ ચૌહાણ, આશિષ માથુર અને શરત રેડ્ડી વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. એજન્સીએ ગયા મહિને કોર્ટને જાણ કરી હતી કે તેણે આ કેસમાં કેજરીવાલ અને પાઠક સામે કાર્યવાહી કરવા માટે જરૂરી મંજૂરી મેળવી લીધી છે. સીબીઆઈએ દાવો કર્યો છે કે કથિત એક્સાઈઝ કૌભાંડમાંથી મળેલી રકમ કેજરીવાલની ઈચ્છા મુજબ ખર્ચવામાં આવી હતી.સીબીઆઇઅનુસાર, તેમણે (કેજરીવાલે) ૨૦૨૨ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીના દરેક ઉમેદવારને ૯૦ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. એજન્સીએ આ દલીલ કોર્ટને ચાર્જશીટ પર સંજ્ઞાન લેવા વિનંતી કરતી વખતે આપી હતી.
ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે સહ-આરોપી અને ભૂતપૂર્વ આપ સંચાર પ્રભારી વિજય નાયરની નિમણૂક કેજરીવાલ દ્વારા ‘સાઉથ ગ્રૂપ’ સાથે સોદા કરવા માટે કરવામાં આવી હતી, જેમાં બીઆરએસ નેતા કે. કવિતા, રાઘવ મગુંતા, અરુણ પિલ્લઈ, બુકીબાબુ ગોરંતલા, પી શરત રેડ્ડી, અભિષેક બોઈનાપલ્લી અને બિનય બાબુ. આ તમામ કેસમાં સહઆરોપી છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, ‘સાઉથ ગ્રૂપ’ એ ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓની એક ટોળકી છે જેણે દિલ્હીની સત્તાધારી ‘આપ’ને દારૂના લાયસન્સ અને હવે બંધ થઈ ગયેલી એક્સાઈઝ નીતિમાં સુધારાના બદલામાં ૧૦૦ કરોડ રૂપિયાની લાંચ આપી હતી. સીબીઆઈએ દાવો કર્યો હતો કે પાઠકને ગોવાની ચૂંટણી માટે પક્ષના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને લાંચના માધ્યમથી મળેલા નાણાં તેમના નિર્દેશ પર ખર્ચવામાં આવ્યા હતા. આરોપ છે કે ચૂંટણી ખર્ચ સંબંધિત તમામ વ્યવહારો રોકડમાં કરવામાં આવ્યા હતા.