ગુજરાત મંત્રીમંડળમાં ફેરબદલ બાદ ગાંધીનગરથી પહેલી મોટી ખબર આવી છે. રાજ્યના મુખ્ય સચિવ તરીકે એમ. કે. દાસની વરણી કરવામાં આવી છે. મુખ્ય સચિવ પંકજ જાશી વયમર્યાદાને કારણે ૩૧ ઓક્ટોબરે નિવૃત્ત થશે. એમ. કે. દાસ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત હતા. ૨૦૧૮માં એમકે દાસને પ્રીન્સીપલ સેક્રેટરી બનાવાયા હતા. વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યાં સુધી દાસ આ પદ પર રહ્યા હતા, તેઓ સપ્ટેમ્બર ૨૦૨૧ સુધી રહ્યા હતા. જા કે, ભૂપેન્દ્ર પટેલે સીએમ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તરત જ દાસને સીએમઓમાંથી બહાર ખસેડવામાં આવ્યા હતા. ત્રણ વર્ષથી પણ ઓછા સમય પછી દાસ તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં પાછા ફર્યા હતા. વિજય રૂપાણીના કાળમા દાસ તેમના અગ્ર સચિવ હતા અને ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવનો વધારાનો હવાલો પણ સંભાળતા હતા. તેના બાદ સીએમઓમાં મુખ્યમંત્રીના વધારાના સીએસ અને નિર્ણાયક ગૃહ વિભાગનો હવાલો પણ સંભાળ્યો હતો.રાજ્યના મુખ્ય સચિવ પંકજ જાશી આ મહિનાના અંતે વહી મર્યાદા ના કારણે નિવૃત્ત થશે. એક સપ્તાહના સરકારી કચેરીઓમાં રજા બાદ નવા મુખ્ય સચિવ કોણ તેની ચર્ચા શરૂ થઈ હતી. પંકજ જાશી સૌમ્ય પ્રકૃતિના છે એટલે તેમને ત્રણ માસ કે છ માસનું એક્સટેન્શન આપવામાં આવે તેવી ચર્ચાઈ વધુ થઈ રહી હતી. ૩૧ ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ કેવડિયામાં એકતા પરેડમાં હાજરી આપવાના છે. આ સંજાગોમાં મુખ્ય સચિવને એક્સટેન્શન આપવામાં આવે તેવી પ્રબળ શક્્યતા હતી. જાકે પંકજ જાશી ને એક્સટેન્શન ન આવે તો દિલ્હી ડેપ્યુટીશન પર ગયેલા આઈએએસ અધિકારી શ્રીનિવાસન કે જે પંકજ જાશીના વેવાઈ છે તે મુખ્ય દાવેદાર હતા. શ્રીનિવાસને કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ૩૧ ઓક્ટોબરે પ્રધાનમંત્રી પોતે કેવડિયા આવતા હોવાથી શ્રીનિવાસનને તેમની કામગીરીનો પુરસ્કાર મુખ્ય સચિવ રૂપે મળે તો પણ નવાઈ નહીં તેવું ગાંધીનગરના વર્તુળોમાં કહેવાતું હતું.જાકે આ બંને સંજાગો ન થાય તો ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી કાર્યાલયમાં સિનિયર આઈએએસ અધિકારી એમ કે દાસ સૌથી પ્રબળ દાવેદાર ગણાતા હતા. આઈએએસ અધિકારીઓમાં તેવી પણ ચર્ચા છે કે, એમ કે દાસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બંનેના ફેવરિટ અધિકારી હોવાથી તેમને આ લાભ મળી શકે છે. આ ગુજરાત છે એટલે આખરી નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે ગૃહ મંત્રી અમિત શાહની આખરી સંમતિથી લેવાશે.મંત્રીમંડળમાં ફેરબદલબાદ હવે રાજ્યમાં મોટા પાયે આઇએએસ અને આઇપીએસ અધિકારીઓમાં ફેરબદલ ના ઓર્ડર હશે. દિવાળીના તહેવારો બાદ સહકારી કચેરીઓ ચાલુ થતા ની સાથે જ વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો કરવામાં આવશે. ગૃહ વિભાગમાં લાંબા સમયથી સિનિયર અધિકારીઓ ના પ્રમોશન અને બદલી બાકી છે તે કાર્ય પણ વહેલી તકે પૂર્ણ થશે. આઇએએસ અધિકારીઓમાં પણ હવે મોટા પાયે બદલીના ઓડરો આવશે. આ સ્થીતીને પામી જતા અધિકારીઓ પણ લોબિંગ ચાલુ કર્યું છે. રાજકીય નેતાઓની જેમ વફાદારી કરવટની જેમ અધિકારીઓ બદલી રહ્યા છે. મંત્રીમંડળના વિસ્તરણ બાદ ચાર્જ સંભાળતા મંત્રીઓને ગુલદસ્તો લઈને મળવા માટે આઈએએસ અને આઇપીએસ અધિકારીઓએ લાઈન લગાવી.








































