મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારત સરકારના મંત્રી મનસુખભાઈ માંડવીયા ૭ ડિસેમ્બરને રવિવારે ખોડલધામની મુલાકાતે આવશે. આ અવસરે સવારે ૮-૩૦ કલાકે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તથા રાજ્ય સરકારમાં નવનિયુક્ત થયેલ લેઉવા પટેલ સમાજના મંત્રીઓનું ખોડલધામ મંદિર- કાગવડ ખાતે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અનેક રાજકીય-સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે.