મોઇદ ખાનના બુલડોઝિંગના સમાચાર બાદ અયોધ્યાના સપા સાંસદ અવધેશ પ્રસાદે પણ પોતાની પ્રતિક્રિયા
(એ.આર.એલ),અયોધ્યા,તા.૩
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં જિલ્લા પ્રશાસને શનિવારે ૧૨ વર્ષની બાળકી પર બળાત્કારનો આરોપી મોઈદ ખાનની બેકરી તોડી પાડી હતી. આ વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, મોઇદ ખાનની બેકરીને તોડી પાડવામાં આવી છે કારણ કે તે તળાવની ઉપર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવી હતી. મોઇદ ખાનના બુલડોઝિંગના સમાચાર બાદ અયોધ્યાના સપા સાંસદ અવધેશ પ્રસાદે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે ‘મને ખબર નથી કે તેઓ (ભાજપ)ને મુસ્લમો અને યાદવો સાથે શું દુશ્મની છે, તે કહી શકતો નથી.’
એક સગીર બાળકી સાથે ગેંગરેપના મુખ્ય આરોપી સપા નેતા મોઈદ ખાનના ઘર પર ચાલતા બુલડોઝર પર અવધેશ પ્રસાદે કહ્યું, ‘આ માનનીય મુખ્યમંત્રીની બહુ જૂની વિચારધારા છે. ન જાણે મુસલમાન સાથે, યાદવો સાથે કેવા પ્રકારની દુશ્મની છે, તે પણ કહી શકાતું નથી. સમાજવાદી પાર્ટી ક્યારેય દોષિતો કે અન્યાયીઓની સાથે રહી શકે નહીં. સમાજવાદી પાર્ટીએ હંમેશા અન્યાય સામે લડત આપી છે. ભાજપે આવી દર્દનાક ઘટના પર રાજકારણ ન કરવું જાઈએ.
સપાના સાંસદ અવધેશ પ્રસાદે વધુમાં કહ્યું કે, ‘આ ઘટના ખૂબ જ દર્દનાક અને શરમજનક છે. આ ઘટના સાથે જાડાયેલા તમામ લોકોની તપાસ થવી જાઈએ, સત્ય બહાર આવવું જાઈએ અને જે પણ દોષિત છે તેમને કાયદાના હવાલે કરવામાં આવે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસે પણ કોઈપણ દબાણ વગર કાર્યવાહી કરવી જાઈએ. સમાજવાદી પાર્ટી પીડિતાની સાથે છે. અફસોસની વાત એ છે કે ભાજપ આના પર રાજનીતિ કરી રહ્યું છે. હું આવા લોકોને વિનંતી કરું છું કે આ રાજકારણની ક્ષણ નથી, આ કરુણાની ક્ષણ છે. જે પણ દોષિત છે તેની સામે કાર્યવાહી થવી જાઈએ.શુક્રવારે બળાત્કાર પીડિતાની માતા મુખ્યમંત્રીને તેમના સત્તાવાર નિવાસસ્થાને મળી હતી. યોગીને મળ્યા બાદ પીડિતાની માતાએ મીડિયાને કહ્યું હતું કે, તેમણે તેમની પુત્રી પર અત્યાચાર કરનારાઓને ફાંસીની સજાની માંગણી કરી છે, જેના પર મુખ્યમંત્રીએ પણ ખાતરી આપી છે કે બાળકીને દરેક કિંમતે ન્યાય અપાવવામાં આવશે તે પ્રદાન કરવા માટે. બાળકીની માતાએ કહ્યું કે મુખ્યમંત્રીએ પણ આશ્વાસન આપ્યું છે કે આરોપી મોઇદ ખાનની મિલકતોની તપાસ કરવામાં આવશે અને ગેરકાયદેસર મિલકતોને બુલડોઝ કરવામાં આવશે.