મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ આજે શુક્રવારે તારીખ ૧૭ ઓક્ટોબરે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાઈ હતી. જેમાં રાજ્યને ફરી એક વખત નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. સોગંદ વિધી સમારંભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કેન્દ્રિય મંત્રી સી. આર. પાટીલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપરાંત ભાજપના હોદ્દેદારો સાધુ સંતો અને ગણ માન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા.
મંત્રીમંડળમાં ૬ મંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે. પરંતું ૧૦ મંત્રીઓના પત્તા કાપી દેવાયા છે. મુખ્યમંત્રીની નવી કેબિનેટમાં ૧૯ નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવ્યો છે. રિપીટ મંત્રીઓને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નવા મંત્રીઓને જગદીશ વિશ્વકર્માએ ફોન કરીને જાણ કરી હતી. નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત ૮ પાટીદાર, ૮ ઓબીસી, ૩ એસસી અને ૪ એસટીનો સમાવેશ કરાયો છે. જેમાં ૩ મહિલા પણ શપથ લેશે. હવે મુખ્યમંત્રી સહિત ૨૬ મંત્રીઓ સાથેનું ગુજરાતનું નવું મંત્રીમંડળ જાઇએ તો ભુપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી,ત્રિકમ છાંગા, અંજાર કચ્છ,સ્વરૂપજી ઠાકોર, વાવ,પ્રવીણકુમાર માળી, ડીસા,ઋષિકેષ પટેલ, વીસનગર,પી.સી. બરંડા, ભિલોડા (એસટી),દર્શના વાઘેલા, અસારવા ધારાસભ્ય અમદાવાદ (એસસી) ,કાંતિ અમૃતિયા, મોરબી,કુંવરજી બાવળિયા, જસદણ (રિપીટ),અર્જુન મોઢવાડિયા, પોરબંદર,રીબાવા જાડેજા, જામનગર ઉત્તર ,ડો.પ્રદ્યુમન વાજા, કોડીનાર ધારાભ્ય (એસસી) ,કૌશિક વેંકરિયા, અમરેલી ધારાસભ્ય,પરસોત્તમ સોલંકી, ભાવનગર ગ્રામ્ય (રિપીટી) ,જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ,રમણભાઈ સોલંકી, બોરસદ ,કમલેશ પટેલ, પેટલાદ આણંદ,સંજયસિંહ મહીડા, મહુધા ,રમેશ કટારા, ફતેપુરા વિધાનસભા (એસટી) ,મનીષા વકીલ, વડોદરા શહેર (એસસી) ,ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર,પ્રફુલ પાનસેરિયા, કામરેજ,હર્ષ સંઘવી, મજુરા ,જયરામ ગામીત, નિઝર બેઠક (એસટી) ,નરેશ પટેલ, ગણદેવીના (એસટી) ,કનુ દેસાઈ, પારડી નો સમાવેશ થાય છે જયારે જે મંત્રીઓના પત્તા કપાયા છે તેમાં બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા, મૂળુ બેરા, કુબેર ડિંડોર, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, કુંવરજી હળપતિ સામેલ છે જયારે જે મંત્રીઓને રિપીટ કરાયા છે તેમાં હર્ષ સંઘવી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનશેરિયા, પરસોત્તમ સોલંકીનો સમાવેશ થાય છે.
ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં સૌથી યુવા મંત્રી જામનગર ઉત્તરના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા છે. તેમની ઉંમર ૩૪ વર્ષ છે અને તેમણે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં સૌથી વધુ ઉંમરના મંત્રી પારડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ છે. તેમની ઉંમર ૭૪ વર્ષ છે. તેઓ દાદાની સરકારમાં નાણામંત્રી તરીકેની જવાબદારી નીભાવતા હતા. જ્યારે ફરી તેમને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે રિપીટ કરાયા છે. ગુજરાતના રાજકારણમાં હર્ષ સંઘવીનું નામ ચર્ચાના કેન્દ્રમાં રહ્યું છે. હર્ષ સંધવીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે હર્ષ સંઘવી છેલ્લી ૩ ટર્મ એટલે કે લગભગ ૧૫ વર્ષોથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવી રહ્યા છે. ૨૦૨૧થી તેઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ગૃહરાજ્યમંત્રી તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે. આ દરમિયાન તેઓએ જે કાર્યશૈલી અપનાવી છે, તે સ્પષ્ટ સંકેત આપે છે કે ગુજરાતના શાસન માટે તેઓ એક સશક્ત અને યોગ્ય વિકલ્પ છે.
હર્ષ સંઘવી ગુજરાતના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તેમને પ્રમોટ કરીને ભાજપ યુવા નેતૃત્વને આગળ લાવવા અને યુવાનોમાં સારો સંદેશ પહોંચાડવા માંગે છે. તેઓ સુરતની મજૂરા બેઠકથી સતત ત્રણ વખત ધારાસભ્ય બન્યા છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં તેમનો પ્રભાવ સારો છે, જે વિસ્તાર ભાજપ માટે મહત્વપૂર્ણ છે.
ભાજપના અનેક ધારાસભ્યો એવા હતા, જેઓ લીલી પેનથી સહી કરવાના સપના જાઈને બેસ્યા હતા. જેમાં સૌથી પહેલું નામ સૌરાષ્ટ્રના કદાવર પાટીદાર નેતા જયેશ રાદડિયા છે. જેમની ફુલ હવા હતી અને લિસ્ટમા નામ ન આવ્યું. આ સાથે મંત્રીપદની રેસમાં કોંગ્રેસમાંથી મંત્રીપદની લ્હાયમાં ભાજપમાં આવેલા નેતાઓ પણ છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને સી. જે. ચાવડાને પણ મંત્રીપદના સપના જાયા હતા, જે હવે ચકનાચૂર થઈ ગયા છે. અમદાવાદ, ભાવનગર, આણંદ અને સુરત જેવા મુખ્ય જિલ્લાઓમાંથી બે-બે ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. આ જિલ્લાઓનું રાજકીય અને આર્થિક મહ¥વ જાતાં આ નિર્ણય સ્વાભાવિક છે.છોટા ઉદેપુર, મહિસાગર, પંચમહાલ, પાટણ, સાબરકાંઠા અને ગાંધીનગર જેવા જિલ્લાઓમાંથી કોઈ ધારાસભ્યને મંત્રી નથી બનાવાયા. ખાસ કરીને ગાંધીનગર, જે રાજ્યનું પાટનગર છે, તેને મંત્રીમંડળમાં પ્રતિનિધિત્વ ન મળવું એ એક રાજકીય આશ્ચર્ય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના આ મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓને સ્થાન મળ્યુ છે. જેમાંરાજયપાલે મનીષા વકીલ, રીવાબા જાડેજા, અને દર્શના વાઘેલાને મંત્રી તરીકેના સોગંદ અપાવ્યા હતાં ૨૦ નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે. આ વખતે પણ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો જાવા મળી રહ્યો છે.









































