રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ નુકસાન સામે સંવેદનશીલતા દાખવી ઝડપી સહાય પ્રક્રિયા શરૂ કરવાનો દિશાનિર્દેશ આપ્યો છે. રાજ્ય સરકારે ૩ દિવસમાં સર્વે પૂર્ણ કરીને અહેવાલ મોકલવા જિલ્લા તંત્રને આદેશ આપ્યા છે. ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતાં. અમરેલી જિલ્લામાં રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યો મહેશભાઈ કસવાલા, જે.વી. કાકડીયા, હીરાભાઈ સોલંકી અને જનકભાઈ તળાવીયાએ ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીએ મુખ્યમંત્રીના ખેડૂતલક્ષી અભિગમ અને તાત્કાલિક કાર્યવાહી માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.










































