માફિયા મુખ્તાર અંસારીના ભાઈ અને ગાઝીપુરથી આઉટગોઇંગ બસપા સાંસદ અફઝલ અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે.હાઈકોર્ટે ગેંગસ્ટર કેસમાં અફઝલ અંસારીની જામીન અરજી મંજૂર કરી છે.
આ સાથે કોર્ટે અફઝલ અંસારીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જા કે કોર્ટે સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. જા સજા પર સ્ટે નહીં મૂકવામાં આવે તો સાંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં.
ગેંગસ્ટર કેસમાં ૪ વર્ષની સજા પર રોક લગાવવા અને જેલમાંથી જામીન પર મુક્ત થવાની માંગ સાથે આ અરજી દાખલ કરવામાં આવી હતી.આજે જસ્ટિસ રાજબીર સિંહની સિંગલ બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો છે.
તમને જણાવી દઈએ કે અફઝલ અંસારીની લોકસભાની સદસ્યતા ૨૯ એપ્રિલે ગાઝીપુર કોર્ટે ગેંગસ્ટર કેસમાં ૪ વર્ષની સજાના કારણે રદ્દ કરી દીધી હતી.અફઝલ અંસારી આ દિવસોમાં જેલમાં છે.