કાશીરામનું મુળ વતન પંજાબના લુધીયાણા પરગણાનું જગરાવા ગામ જયાં એમનો જન્મ થયો હતો. એમના પિતા રામકૃષ્ણદાસ અને માતા રામરખીદેવીનું છઠ્ઠું સંતાન કાશીરામ હતાં. જયોતિષી અને કુંડળીમાં જાઇને ભવિષ્યવાણી કરેલ કે તમારો પુત્ર કાશીરામ સમય જતા દશેય દિશાને ઉજાળશે. અરે સમ્રાટ થઇને દીપી ઉઠશે. સંસ્કારી ઘરમાં કાશીરામનો ઉછેર થવા લાગ્યો. શાળાઓના ધોરણ પાસ કરી કાશીરામે લાહોર વિદ્યાપીઠની સનાતન કોલેજમાં અભ્યાસ કરી સ્નાતક થયા. પણ એમનું ચિત તો પ્રભુ ભક્તિ તરફ વધારે હતું. એમને મુક્તિનો રાહ લેવો હતો. આથી એક દિ તારંગાની પવિત્ર તીર્થ ભુમીમાં બીરાજમાન કીર્તિસાગર મહારાજના ચરણોમાં મસ્તક નમાવી કાશીરામે અરજ કરી ‘ પ્રભુ….! આપના પાવન પદમાં પ્રવજીત થવા આવ્યો છું.’ ભગવાનના સ્મરણમાં લીન એવા કીર્તિસાગરની નજર યુવાન કાશીરામ તરફ ગઇ. ‘ સંસારના સગા વ્હાલાની રજા લીધા વગર એ શક્ય નથી.’ ‘આપ મને દીક્ષા નહી આપો તો હું આપ મેળે સાધુ વ†ો પહેરી આપના વહેતી શાન ગંગામાં આત્મકલ્યાણનું અમીવરણ કરીશ.’ કીર્તિસાગર મહારાજે કાશીરામને દિક્ષા આપી અને નવુ નામ આનંદસાગરજી ધારણ કરાવ્યું. કાશીરામને તો બસ મુક્તિના દરવાજે ટકોર મારવા હતાં. નશ્વર જગતમાં એમનું મન લોભાતુ

ન હતું.

મૂર્તિ પુજા ખરી કે નહી ? બસ એક સવાલ એમના મનમા રમી રહ્યો હતો. એવામાં એમને એક દિ’ આચાર્ય બુધ્ધીસુરીજીનું પુસ્તક મળી ગયું. અને સવાલનો જવાબ મળી ગયો કે સંસાર એક મૃગજળ છે, સામે ત્યાગ અને તપ જ એક મુક્તિનો મારગ છે. પછી એ પોતે બુધ્ધીસાગર સુરીનાં દર્શન કરવા ગુજરાતની ધરતી પર આવ્યા. પરંતુ ત્યારે એ વિભુતી કાળધર્મમાં વિલીન થઇ ગયા હતાં. હવે ગૃહત્યાગ કરી ગયેલ યુવાન પુત્રને શોધતા માતા – પિતા એમને તારંગાથી પાછા ઘરે લઇ આવ્યા. સૌને મન એવુ હશે કે થોડો વખત સંસારમાં રહેશે એટલે દિક્ષાનો ભાવ ભુલી જશે. પણ કાશીરામ ભુલ્યા નહીં. સૌની સમજ કામ ન લાગી.

સ્વાધ્યાયે ચિંતને પરોવી બેઠેલા ઔલૌકિક આત્માનો વિજય થયો સૌ માતા – પિતા અને પત્ની સહુએ મહારાજનો મારગ મોકળો કર્યા. દિક્ષાની મંજૂરી આપી. અમદાવાદનાં આંગણે સવંત ૧૯૯૪ પોષ માસના દશમને દિ’ ભરજુવાનીમાં કાશીરામે પુનઃ સંસારનાં વસ્ત્રો ઉતારી નાખ્યા એમનું અસલી રૂપ કૈલાસસાગરસુરી નામે પ્રગટ થયું. તા.૧૩-૪-૧૯૮૬ના રોજ વાસણા ગોદાવરી નગરમાં આવેલા ભીડભંજન પાશ્વનાથ મંદિરમાં મહારાજ સાહેબના નિર્વાણ નિમીતે પુજન વિધી અને તા.૧પમીએ સિધ્ધચક્ર પુજાનું એ વખતે આયોજન કરાયું હતું. મહારાજ કહેતા હતાં ‘ મને જીવવાનો મોહ નથી, મરવાનો ડર નથી. જીવ શુ તો સોહં… સોહં…મરશુ તો મહા વિદેશે જઇશું.