અમરેલીમાં વર્ષોથી સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેનાર મુકેશભાઇ સંઘાણીના જન્મદિનની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મારૂતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ અને જિલ્લા યુવા ભાજપ મહામંત્રી મૌલિક ઉપાધ્યાયના સહયોગથી બાળકોને ભાવતા ભોજન કરાવાયા હતા. આ તકે ચંદુભાઇ રામાણી, સુરેશભાઇ શેખવા, હરિભાઇ બાંભરોલીયા, ગટુભાઇ રામાણી, અર્જુન દવે સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.