મુકેશ અંબાણીની કંપની ટૂંક સમયમાં બોલીવુડ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટની કંપની એડ-એ-મમ્મા ખરીદી શકે છે. આ કંપની અંગેની વાતચીત અંતિમ તબક્કામાં છે. મુકેશ અંબાણી આ કંપની માટે આલિયા ભટ્ટને ૩૦૦થી ૩૫૦ કરોડ રૂપિયા ચૂકવી શકે છે. આગામી ૧૦ દિવસમાં ડીલ ફાઇનલ થવાની આશા છે. આ ડીલ બાદ રિલાયન્સ રિટેલમાં ચાઈલ્ડ એપેરલ પોર્ટફોલિયો વધશે.
રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ અભિનેત્રી આલિયા ભટ્ટની કિડ્સ એપેરલ બ્રાન્ડ એડ-એ-મમ્માને રૂપિયા ૩૦૦-૩૫૦ કરોડમાં સંપૂર્ણપણે હસ્તગત કરવા માટે વાટાઘાટો કરી રહી છે, એમ ઉદ્યોગના બે અધિકારીઓએ જણાવ્યું હતું. રિલાયન્સ બ્રાન્ડ્સ એ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની પેટાકંપની છે, જે જૂથના રિટેલ બિઝનેસ માટે હોલ્ડિગ કંપની છે. મીડિયા અહેવાલો અનુસાર, એડ-એ-મમ્મા ૧૫૦ કરોડથી વધુની કિંમતની બ્રાન્ડ છે અને તે મુખ્યત્વે ઓનલાઈન વેચાય છે. આનાથી રિલાયન્સના કિડવેર પોર્ટફોલિયોને મજબૂત થવાની અપેક્ષા છે. દેશની સૌથી મોટી રિટેલર હાલમાં મુખ્યત્વે વેલ્યુ ફેશન ચેઇન ટ્રેન્ડ્સ તેમજ મધરકેર દ્વારા સંચાલન કરે છે, જેના માટે તેના પાસે ભારતના રાઈટ્સ ધરાવે છે.
એડ-એ-મમ્મા પાછળના એકમ રિલાયન્સ અને એટરનિયા ક્રિએટિવ એન્ડ મર્ચેન્ડાઇઝિંગ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને આપેલી માહિતી મુજબ ભટ્ટ એટરનેલિયામાં પણ ડિરેક્ટર છે. ડીલની જાણકારી ધરાવતા એક અધિકારીએ જણાવ્યું હતું કે રિલાયન્સ અને એડ-એ-મમ્મા વચ્ચેની વાતચીત અંતિમ તબક્કામાં છે અને આગામી સાતથી ૧૦ દિવસમાં ડીલ થવાની સંભાવના છે. તેનાથી રિલાયન્સને કિડવેર માર્કેટ પર મજબૂત પકડ મળશે.
એડ-એ-મમ્મા ૨૦૨૦માં લોન્ચ કરવામાં આવી હતી અને પછીથી ટીનેજ અને મેટરનિટી વેર સેગમેન્ટમાં વિસ્તરણ કરવામાં આવ્યું હતું. બ્રાન્ડ તેના પોતાના વેબસ્ટોર અને રિટેલ ચેન જેમ કે લાઇફસ્ટાઇલ અને શોપર્સ સ્ટોપ દ્વારા વેચાય છે, તે સિવાય મિન્ત્રા, આજિયો, ફર્સ્ટક્રાય, એમેઝોન અને ટાટા ક્લીક જેવા ઈકોમર્સ પ્લેટફોર્મ્સ દ્વારા વેચવામાં આવે છે. રિલાયન્સ બ્રાન્ડ્સ ગ્રૂપનું રિટેલ સાહસ જે લક્ઝરી, બ્રિજ-ટુ-લક્ઝરી, ઉચ્ચ પ્રીમિયમ અને હાઈ સ્ટ્રીટ લાઈફસ્ટાઈલ સ્પેસ જેમ કે અરમાની એક્સચેન્જ, બરબેરી, બલી, કેનાલી, ડીઝલ, ગેસ, હ્યુગો બોસ, હેમલીઝમાં સ્વતંત્ર ફેશન બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરે છે.