ગેંગ સ્ટાર રિયાઝ ભાટીની પત્નીએ ૨૪ સપ્ટેમ્બરે મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં મશહુર ક્રિકેટર અને કોંગ્રેસના નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસે હજુ સુધી આ મામલામાં એફઆઈઆર નોંધી નથી. ત્યારે ગેંગસ્ટારની પત્નીએ આરોપ લગાવ્યો છે કે મુંબઈ પોલીસ એફઆઈઆર નોંધવાના બદલામાં તેની પાસે લાંચ માંગી રહી છે.
મળતી માહિતી મુજબ રિયાઝની પત્નીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો નથી કે તેની સાથે ક્યારે અને ક્યાં રેપ કરવામાં આવ્યો છે. સાથે તેમણે ફરિયાદમાં ચારેય આરોપીના નામની સાથે કોઈ પણ સ્થળના નામ કે તારીખનો પણ ઉલ્લેખ કર્યો નથી, જ્યાં તેમની સાથે બળાત્કાર થયો હતો. પોલીસ હાલમાં આ મામલે કોઈ કાર્યવાહી કરતા પહેલા ફરિયાદની તપાસ કરી રહી છે.
રિયાઝની પત્નીએ આરોપ લગાવ્યો છે કે બળાત્કાર જેવો ગંભીર કેસ હોવા છતાં પોલીસે હજુ સુધી એફઆઈઆર નોંધી નથી. ફરિયાદમાં, રિયાઝની પત્નીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર તેમજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડેના ભૂતપૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના નેતા પર આરોપ મૂક્યો છે.
રિયાઝની પત્નીએ જણાવ્યુ હતુ કે, મેં ૨૪ સપ્ટેમ્બરે ફરિયાદ માટે અરજી કરી હતી, પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. મેં આ અંગે પોલીસ અધિકારીઓ પાસેથી માહિતી મેળવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યો. જો કે મારી પાસેથી પૈસા માંગવામાં આવે છે, પરંતુ હું ભ્રષ્ટાચારની વિરુદ્ધ છું.
તમને જણાવી દઈએ કે, રિયાઝ ભાટીને ગેંગસ્ટાર દાઉદ ઈબ્રાહિમનો નજીકનો માનવામાં આવે છે. રિયાઝ ભાટી પર છેડતી, છેતરપિંડી અને જમીન પડાવી લેવાના ઘણા કેસ નોંધાયેલા છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ વડા પરમબીર સિંહ સંબંધિત એફઆઇઆરમાં તેમનું નામ પણ સામેલ છે.ઉપરાંત રિયાઝ પર બાર અને રેસ્ટોરન્ટના માલિકો પાસેથી ખંડણી વસૂલવાનો પણ આરોપ છે. મહારાષ્ટÙના મંત્રી નવાબ મલિકે આરોપ લગાવ્યો હતો કે રિયાઝ ભાટીને મુંબઈ એરપોર્ટ પર બે પાસપોર્ટ સાથે પકડવામાં આવ્યો હતો અને થોડા દિવસો પછી ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના કહેવાથી તેને છોડવામાં આવ્યો હતો.