મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ(એએનસી)ના એધિકારીઓે મુંબઈના માનખુર્દ અને થાણેના બદલાપુરમાંથી ૩૩ લાખની કિંમતના મેફેડ્રોન મળીને રૂ.૮૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એએનસીના ઘાટકોપર યુનિટે માહિતીને આધારે એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ ગેરકાયદે વેચતા બે શખ્સોની માનખુર્દથી ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે રૂ.૨૧,૨૦,૦૦૦ ની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.આ બન્ને આરોપીની પુછપરછ કરવામાં આવતા અમ્ય એક શખ્સનું નામ બહાર આવ્યું હતું.
પોલીસે તેની ધરપકડ કરીને પુછપરછ કરતા કરતા બદલાપુર કર્જત હાઈવે પર એમડી ડ્રગ્સ બનાવવાનંય કારખાનું ચાલતું હોવાનું જમાવ્યું હતું. જેને આધારે પોલીસે આ કારખાના પર દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. તપાસ કરતા આ શખ્સ બદલાપુરની એક કંપનીમાં પ્રોડક્શન મેનેજર તરીકે કામ કરતો
હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય રસાયણ શાસ્ત્રનું ઉચ્ચ શિક્ષણ લીધું હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે આ કારખાનામાંથી રૂ.૩૩,૬૦,૦૦૦ ની કિંમતનો ૧ કિલો ૫૮૦ ગ્રામ એમડી ડ્રગ્સનો પાવડર તથા ૨૦૬ કિલોગ્રામનુ વિવિધ કેમિકલ કબજે કર્યા હતા.જેમાં લીકર એમોનિયા, ક્લોરોફોર્મ, વગેરે મળીને કુલ રૂ. ૮૨ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બાદમાં પોલીસે આ કારખાનું સીલ કર્યું હતું.