ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સએ મુંબઈ એરપોર્ટ પર ૪૨ કરોડનો ગાંજા જપ્ત કર્યો છે. ડ્રગ હેરફેર સામેના મોટા ઓપરેશનમાં,ડીઆરઆઇના મુંબઈ ઝોનલ યુનિટે બે મુસાફરોની શોધખોળ કરી અને ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો. રવિવારે, મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર બેંગકોકથી આવતા બે મુસાફરો પાસેથી ૪૨.૩૪ કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજા જપ્ત કરવામાં આવ્યો હતો. ગેરકાયદેસર બજારમાં ગાંજાની કિંમત આશરે ?૪૨ કરોડ છે.

ડીઆરઆઇ મુંબઈએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, ચોક્કસ માહિતીના આધારે,ડીઆરઆઇ અધિકારીઓએ મુસાફરોને આગમન પર અટકાવ્યા અને તેમના સામાનની તપાસ કરી. શોધ દરમિયાન, નૂડલ્સ, બિસ્કીટ વગેરે ધરાવતા ૨૧ ફૂડ પેકેટ મળી આવ્યા હતા, જેમાં હાઇડ્રોપોનિક ગાંજા ભરેલા હતા.એનડીપીએસ ફીલ્ડ કીટનો ઉપયોગ કરીને પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે પદાર્થ માદક દ્રવ્યોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું.

એનડીપીએસ એક્ટ, ૧૯૮૫ ની જાગવાઈઓ હેઠળ ૪૨.૩૪ કિલોગ્રામ પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવ્યો હતો, અને બંને મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. શુક્રવાર, ૩૧ નવેમ્બરના રોજ ૪૭ કરોડના ૪.૭ કિલોગ્રામ કોકેનની મોટી કન્સાઇનમેન્ટ જપ્ત થયા બાદ,ડીઆરઆઇ મુંબઈ દ્વારા ડ્રગ જપ્તીની આ બીજી મોટી ઘટના છે. આ જપ્તીમાં વાહક, ફાઇનાન્સર, ઓપરેટર અને વિતરક સહિત પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. આમ, છેલ્લા ત્રણ દિવસમાં ડીઆરઆઇ મુંબઈ દ્વારા મુંબઈમાં ૯૦ કરોડથી વધુ મૂલ્યના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા છે. ડ્રગ હેરફેર પાછળના વ્યાપક નેટવર્કને ઉજાગર કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

ડીઆરઆઇ મુંબઈ ઝોનલ યુનિટે, કોલંબોથી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર આવી રહેલી એક મહિલા મુસાફર પાસેથી ગેરકાયદેસર બજારમાં આશરે ૪૭ કરોડની કિંમતનું ૪.૭ કિલોગ્રામ કોકેઈન જપ્ત કર્યું. ચોક્કસ માહિતીના આધારે,ડીઆરઆઇ અધિકારીઓએ આગમન પર મુસાફરને અટકાવ્યો અને તેના સામાનની સંપૂર્ણ તપાસ કરી, પરિણામે નવ કોફી પેકેટમાં છુપાયેલ સફેદ પાવડર જેવા પદાર્થના નવ સેચેટ મળી આવ્યા.એનડીપીએસ ફીલ્ડ ટેસ્ટ કીટ સાથે જપ્ત કરાયેલ પદાર્થનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે કોકેઈન હોવાની પુષ્ટિ થઈ. અધિકારીઓએ ડ્રગ્સ ખરીદવા માટે એરપોર્ટ પર હાજર વ્યક્તિઓની પણ ધરપકડ કરી. સિન્ડીકેટના અન્ય ત્રણ સભ્યોની ધરપકડ કરવામાં આવી. પાંચેય વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.એનડીપીએસ એક્ટ, ૧૯૮૫ ની જાગવાઈઓ હેઠળ પાંચેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.