મુંબઈ ઈંડિયંસ અને દિલ્લી કેપિટલ્સ વચ્ચેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનું ભવિષ્ય નક્કી થવાનું હતું જે હવે થઈ ગયું છે.કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ અને વિરાટ કોહલી સહિત આખી ટીમ અગાઉથી મુંબઈને સમર્થન જોહેર કરી ચૂક્યા હતા. મેચ અગાઉ ટીમના સભ્યો ટીવી સામે ગોઠવાઈ ગયા હતા જેનો ફૈર્ઙ્ઘી ઇઝ્રમ્ ના ટિવટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આખરે મુંબઈની જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ખેલાડીઓએ જે ઉજવણી કરી તે પણ શાનદાર હતી.
મેચ પત્યા બાદ મુંબઈની જીત થતાં જ કોહલી ગ્લેન મેક્સવેલ કેપ્ટન ડુ પ્લેસીસ સહિતના ખેલાડીઓ નાચતા જોવા મળ્યા હતા. તેમના ચહેરાઓ પર અનોખો આનંદ જોવા મળ્યો હતો.
હવે લખનઉ સુપર જોયન્ટ્‌સ, ગુજરાત ટાઇટન્સ, રાજસ્થાન રાયલ્સ અને રાયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે પ્લેઆૅફ મુકાબલો રમાશે. એટલે આ જ ચાર ટીમોમાંથી આઈપીએલ ૨૦૨૨નું ચેમ્પિયન મળશે.
મુંબઈ ઈન્ડિયન્સ માટે આ મેચમાં ટિમ ડેવિડે કમાલ કરી દીધી. ટિમને જીવનદાન મળ્યું, જેનો તેમણે ખુબ ફાયદો ઉઠાવ્યો. ટિમે ૧૧ બોલમાં ૩૪ રન બનાવ્યા, જેમાં ૪ છગ્ગા પણ સામેલ હતા. એક સમયે મેચ મુંબઈની પકડથી દૂર જઇ રહી હતી, પરંતુ ટિમ ડેવિડે આવીને આખી ગેમ પલટી નાખી. ટિમ સિવાય તિલક વર્માએ પણ છેલ્લી ઓવરમાં ૧૭ બોલમાં ૨૧ રન બનાવ્યા.
ટિમ ડેવિડના ધમાલથી પહેલા ઈશાન કિશને પણ ૪૮ રનોની ઇનિંગ રમી, કેપ્ટન રોહિત શર્મા માત્ર ૨ રન બનાવી શક્યા. જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે ૩૭ રનોની શાનદાર ઇનિંગ રમી, પરંતુ તેઓ લાંબી ઇનિંગ ન રમી શક્યા. મુંબઈ ઇંડિયન્સે પોતાની આઈપીએલ ૨૦૨૨ની સફરને જીત સાથે ખતમ કરી. અને મુંબઈની આ જીત સાથે બેંગલુરૂના ફેન્સને જશ્ન મનાવવાનો મોકો મળ્યો.