કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક મનીષ તિવારીએ પોતાના જ તત્કાલીન મનમોહન સિંહ સરકાર પર જોરદાર વાર કર્યો છે. વાસ્તવમાં, મનીષ તિવારીએ પોતાના એક પુસ્તકમાં કહ્યુ છે કે ૨૦૦૮માં મુંબઈ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક એક્શન કે પછી યુદ્ધ કાર્યવાહી કરવી જોઈતી હતી પરંતુ આવુ થયુ નહિ. તેમણે કહ્યુ કે એ વખતે પાકિસ્તાન સામે કંઈ ન કરવુ આખી દુનિયા સામે આપણી ‘નબળાઈની નિશાની’ બની હતી. મનીષ તિવારીએ મનમોહન સિંહ સરકાર પર એ આતંકી હુમલા બાદ દેશને નબળો પાડવાનો આરોપ લગાવ્યો છે.
મનીષ તિવારીએ અમેરિકાનુ ઉદાહરણ આપીને કહ્યુ કે જે રીતે અમેરિકાએ ૯/૧૧ આતંકી હુમલા બાદ પાકિસ્તાનની અંદર ઘૂસીને ઓસામા બિન લાદેનનો સફાયો કર્યો હતો, કંઈક એવી જ રીતની કાર્યવાહી એ વખતે ભારતે કરવી જોઈતી હતી. તમને જણાવી દઈએ કે ૨૬/૧૧ આતંકી હુમલામાં સ્પષ્ટ રીતે પાકિસ્તાનનુ કનેક્શન સામે આવ્યુ હતુ. ૨૬ નવેમ્બર, ૨૦૦૮ના રોજ પાકિસ્તાનથી આવેલા આતંકીઓએ મુંબઈ શહેરની તાજ હોટલને નિશાના પર લીધી હતી. આ હુમલામાં અધિકૃત રીતે ૧૭૫ લોકોના મોત થઈ ગયા હતા.
કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ પોતાના પુસ્તકને લાન્ચ કરી છે. આ પુસ્તકમાં મનીષ તિવારીએ છેલ્લા બે દશક દરમિયાન ભારત સામે આવેલા મુખ્ય રાષ્ટ્રીય પડકારોનુ વર્ણન કર્યુ છે. આ પુસ્તકમાં મનીષ તિવારીએ કહ્યુ છે કે મુંબઈ હુમલામાં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ નિર્દોષ લોકોની કત્લેઆમ કરી હતી. એવામાં એ હુમલા પર માત્ર દુઃખ વ્યક્ત કરવુ કે સંયમ રાખવો પૂરતો નહોતો. એ વખતે તે ભારતની નબળાઈ તરીકે જોવામાં આવ્યુ હતુ. તેમણે કહ્યુ કે ૨૬/૧૧નો હુમલો એક એવો મોકો હતો જ્યારે શબ્દોથી વળતી કાર્યવાહી દેખાઈ જોઈતી હતી પરંતુ ભારત તરફથી કોઈ જવાબી કાર્યવાહી ન થઈ.
મનીષ તિવારીએ હાલમાં જ પોતાની પાર્ટી પર આ બીજી વાર મોટો હુમલો કર્યો છે. આ પહેલા મનીષ તિવારીએ પંજોબ કોંગ્રેસમાં આવેલા રાજકીય સંકટ અને કન્હૈયા કુમારના કોંગ્રેસ જોઈન કરવા અંગે પાર્ટી પર નિશાન સાધ્યુ હતુ.