શિવસેના એકનાથ શિંદે પાર્ટીના વરિષ્ઠ નેતા સંજય નિરુપમે મુંબઈના જાગેશ્વરીમાં ચાંદીવાલા એન્ટરપ્રાઇઝ દ્વારા કરવામાં આવેલા બે પુનર્વિકાસ પ્રોજેક્ટ્સમાં ૬૬૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો છે. આ સાથે, સંજય નિરુપમે આરોપ લગાવ્યો છે કે મુંબઈમાં હાઉસિંગ જેહાદ ચલાવવામાં આવી રહ્યું છે. ચાંદીવાલા બિલ્ડરની જેમ, મુંબઈના ઘણા અન્ય બિલ્ડરો મરાઠી લોકોના ઘર ખરીદે છે અને મુસ્લિમ સમુદાયને વેચે છે.
બાળાસાહેબ ભવનમાં એક પત્રકાર પરિષદ દરમિયાન, સંજય નિરુપમે દાવો કર્યો હતો કે આ પ્રોજેક્ટ્સમાં ૨૨૦ ફ્લેટ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા અને ફક્ત મુસ્લિમ ખરીદદારોને વેચવામાં આવ્યા હતા. તેમણે ડેવલપર પર ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસના નામે ‘હાઉસિંગ જેહાદ’ના ષડયંત્ર દ્વારા મુંબઈની સામાજિક સુમેળ બગાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
નિરુપમે જણાવ્યું હતું કે ચાંદીવાલા એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ ફરિયાદ નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી એકનાથ શિંદેને સુપરત કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. તેમના મતે, તપાસ સમિતિને આ પ્રોજેક્ટ્સમાં ‘હાઉસિંગ જેહાદ’ની પેટર્ન દર્શાવતા પુરાવા મળ્યા છે અને અંતિમ અહેવાલ ટૂંક સમયમાં તૈયાર થશે. ચાંદીવાલા એન્ટરપ્રાઇઝે બનાવટી દસ્તાવેજાનો ઉપયોગ કરીને છેતરપિંડીથી ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ મેળવ્યો હતો, જેના પરિણામે ઓછામાં ઓછા ૬૬૦ કરોડનું કૌભાંડ થયું હતું.
સંજય નિરુપમે માંગ કરી છે કે આ ષડયંત્રમાં સામેલ તમામ લોકોની તપાસ થવી જાઈએ અને ગુનેગારો સામે કડક કાર્યવાહી થવી જાઈએ. જાકે, ચાંદીવાલા એન્ટરપ્રાઇઝ એકલા નથી. મુંબઈમાં તેમના જેવા લગભગ ૨૦ થી ૨૫ અન્ય બિલ્ડરો છે, જેઓ મરાઠી લોકો પાસેથી ઘર ખરીદે છે અને પુનર્વિકાસ દરમિયાન ફક્ત મુસ્લિમોને વેચે છે. તેમણે મુંબઈમાં આવા તમામ પ્રોજેક્ટ્સની તપાસની માંગ કરી છે.










































