(એ.આર.એલ),મુંબઇ,તા.૧૪
મહારાષ્ટના મુંબઈના ઘાટકોપરમાં પેટ્રોલ પંપ પર હોડીંગ ધરાશાયી થયા બાદ રાહત કાર્ય ચાલી રહ્યું છે. મુંબઈના ઘાટકોપરમાં હોડીંગ તૂટી પડવાની ઘટનામાં મૃત્યુઆંક વધીને ૧૪ થઈ ગયો છે. જ્યારે ૭૪થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી એકની હાલત ગંભીર છે. ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ હોડીંગનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે, જાકે હવે અધિકારીઓનું કહેવું છે કે આ મ્યુનિસિપલ બોડીની પરવાનગી વિના કરવામાં આવ્યું હતું.
આ ઘટના બાદ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નિવેદન જારી કરીને કહ્યું કે બિલબોર્ડ તેમની પરવાનગી વગર બનાવવામાં આવ્યું છે. બીએમસી અનુસાર, તે જગ્યાએ ચાર હો‹ડગ્સ હતા અને તે તમામ એસીપી (વહીવટ) દ્વારા પોલીસ કમિશનર (રેલ્વે મુંબઈ) માટે મંજૂર કરવામાં આવ્યા હતા. હોડીંગ લગાવતા પહેલા એજન્સી/રેલ્વે દ્વારા બીએમસી પાસેથી કોઈ પરવાનગી/ એનઓસી લેવામાં આવી ન હતી. બીએમસીએ હો‹ડગ્સ લગાવનાર એજન્સીને નોટિસ પાઠવી હતી. નિવેદનમાં, બીએમસીએ કહ્યું કે તે ૪૦ટ૪૦ ચોરસ ફૂટના મહત્તમ કદના હોડીંગને મંજૂરી આપે છે. જા કે, જે ગેરકાયદે હોડીંગ પડી ગયું તેનું કદ ૧૨૦ટ૧૨૦ ચોરસ ફૂટ હતું.
મુંબઈમાં સોમવારે બપોરે ભાગ્યે જાવા મળે તેવાં ડસ્ટ સ્ટોર્મ બાદ ત્રાટકેલા આંધી તોફાન સાથેના વરસાદમાં ઘાટકોપર વિસ્તારમાં એક ૧૨૦ ફૂટ બાય ૧૨૦ ફૂટનું વિશાળ હોડીંગ તેનાં ગર્ડર સાથે પેટ્રોલ પંપ પર ખાબકતાં વરસાદ અને આંધીથી બચવા પેટ્રોલ પંચ નીચે આશરો લેનારા ૧૦૦થી વધુ લોકો દટાયા હતા. જેમા અત્યાર સુધીમાં ૧૪ લોકોના મોત થયાં છે જ્યારે અન્ય ૪૩ લોકોને ગંભીર ઈજાઓ સાથે જુદી જુદી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.
આશરે એક કલાકના ડસ્ટ સ્ટોર્મને લીધે મુંબઈગરાઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. શહેરમાં બીજાં પણ અનેક સ્ટ્રક્ચર્સ, હોડીંગ, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સર્જાઈ હતી. શહેરમાં ડસ્ટ સ્ટોર્મ તથા વરસાદને કારણે ટ્રેનો, મેટ્રો સેવાઓ ખોરવાઈ હતી તથા ફલાઈટ્સ પણ એક કલાક માટે બંધ રાખવાની નોબત આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યાનુસાર, ‘અત્યાર સુધીમાં ૭૮ લોકોને હોડીંગ ની નીચેથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.’