મહારાષ્ટ્ર સરકાર ડબ્બાવાલાઓ માટે મુંબઈમાં પરવડે તેવા ઘરો બાંધશે જેમણે તેમની સખત મહેનત અને અવિરત સેવાથી વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવી છે.મહારાષ્ટÙના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ડબ્બાવાલા અને મોચી સમુદાયની પ્રશંસા કરી હતી. આ અવસર પર ફડણવીસે મુંબઈમાં ૧૨,૦૦૦ ઘરો બાંધવાની જાહેરાત કરી છે જેથી કરીને તેમના ઘરનું સપનું સાકાર થઈ શકે. આ સંદર્ભે ડબ્બાવાલા, ચર્મકાર એસોસિએશન અને પ્રિયંકા હોમ્સ રિયલ્ટી વચ્ચે સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ પર કરાર કરવામાં આવ્યો હતો.
કરાર પર ખુશી વ્યક્ત કરતાં ફડણવીસે કહ્યું હતું કે ૧૦૦ વર્ષથી વધુ સમયથી ડબ્બાવાલાઓએ મુંબઈકરોની સેવા કરીને વારકરી સમુદાયની પ્રતિષ્ઠા ઊંચી રાખી છે. ડબ્બાવાલા અને મોચી સમુદાયને ઘરો આપવાના ઉદ્દેશ્ય સાથે ધારાસભ્ય શ્રીકાંત ભારતીય દ્વારા લેવામાં આવેલી પહેલ અને પ્રયાસોના પરિણામે આજે આ મહત્વપૂર્ણ કરાર પૂર્ણ થયો હતો. આ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છે અને મ્હાડા દ્વારા મંજૂર કરવામાં આવશે. આ યોજના હેઠળ બાબાવાળાઓ માટે ૧૨,૦૦૦ ઘરો બાંધવામાં આવશે, જેનાથી ડબ્બાવાલા અને ચર્મકાર સમુદાયના લોકો આગામી ૩ વર્ષમાં પોતાનું ઘર ધરાવવાનું તેમનું સ્વપ્ન સાકાર કરી શકશે.
ફડણવીસે કહ્યું કે આજે ડબ્બાવાલાઓએ વૈÂશ્વક ઓળખ બનાવી છે. આખી દુનિયામાં તેમના પર સંશોધન થઈ રહ્યા છે, પરંતુ તેમણે પોતાના સિદ્ધાંતો અને વફાદારી છોડી નથી. તેથી જ તેમને આ હકનું ઘર મળી
આભાર – નિહારીકા રવિયા રહ્યું છે. નાયબ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે આ કામ ઝડપથી પૂર્ણ કરવા રાજ્ય સરકાર શક્ય તમામ મદદ કરશે. આ પ્રસંગે ધારાસભ્ય શ્રીકાંત ભારતીય, ડબ્બાવાલા સમાજના સભ્યો, મોચી સમાજના પ્રતિનિધિઓ અને સંબંધિત અધિકારીઓ ઉપÂસ્થત રહ્યા હતા.