મુંબઈમાં ફરી એકવાર કોરોનાના કેસોએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર સરકાર લોકોને કોરોનાના નિયંત્રણોમાંથી રાહત આપવાનો વિચાર કરે છે, ત્યારે જ કોરોનાના કેસ વધવા લાગે છે.
મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે કહ્યું કે, રાજ્યમાં સાપ્તાહિક કોરોના સંક્રમણનો દર ૧.૫૯ ટકા છે અને મુંબઈ અને પુણેમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૫૨.૭૯ ટકા થઈ ગઈ છે. થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાઓ જેવા આસપાસના વિસ્તારોમાં પણ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે.રાજ્યમાં હાલ માત્ર એક દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે ૧૮ દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ચોક્કસપણે ઓછી છે પરંતુ કોરોના હજી સમાપ્ત થયો નથી. તેથી લોકો સાવચેતી રાખે અને માસ્ક પહેરે.
મહારાષ્ટ્રમાં બુધવારે ૪૭૦ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા.જ્યારે મંગળવારે ૩૩૮ દર્દીઓ મળી આવ્યા હતા. જો રાજ્યમાં રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના ૯૨.૨૭ ટકા લોકોને કોરોનાનો પહેલો ડોઝ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાના કેસોએ જોર પકડ્યું છે. ગુરુવારે મહારાષ્ટ્રમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા ૫૦૦ને પાર કરી ગઈ છે. ગુરુવારે, રાજ્યમાં ૫૧૧ નવા કોરોના દર્દીઓ મળી આવ્યા હતા, જેમાંથી ૩૫૦ દર્દીઓ એકલા મુંબઈમાં મળી આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મુંબઈમાં ૧૦૨ દિવસ પછી કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા
છે. આ પહેલા ૧૨ જોન્યુઆરીએ કોરોનાના ૩૪૯ દર્દીઓ મળી આવ્યા હતા. જોકે, રાહતની વાત એ છે કે ગંભીર કોરોના દર્દીઓ અને મૃત્યુના કેસમાં કોઈ વધારો થયો નથી.