ખેતી સાથે અઢારેય આલમ જાડાયેલ છે. ખેતી ઉપર કોઈનો ઈજારો નથી. ધરતીનાં બળુકા દીકરાઓ ખેતી કરી શકે. ખેતી એ ચોપડીનું જ્ઞાન નથી એ વાસ્તવિક રીતે ફિલ્ડ ઉપર પરસેવો પાડીને કરવાનું કામ છે અને આ કામમાં આજે આધુનિક વિજ્ઞાનની નવી નવી શોધો ઉમેરાતા આજે ખેતી અનેક પડકારો વચ્ચે પણ બળુકા ધરતીના સંતાનો પોતાની મહેનત અને કોઠાસુઝ વચ્ચે સરકારની વિવિધ યોજનાઓનાં લાભ લઈને પ્રગતિશીલ કિસાનના ધ્યેયને સિધ્ધ કરવા માટે મથી રહ્યા છે. ભૌગોલિક રીતે ગુજરાત ચાર ભાગમાં વહેંચાયેલ છે. તેમાં પણ જિલ્લા-જિલ્લાઓમાં પણ ખેતીની પરિસ્થિતિઓ જમીન અને આબોહવા મુજબ અલગ-અલગ છે. આવી સ્થિતિ વચ્ચે ભાંગતા ગામડાઓ અને ખેતીથી મોં ફેરવતા ખેડૂતોની યુવા પેઢી માટે મા નર્મદા આશાનું કિરણ બનશે. ધરતીનાં પેટાળમાંથી સતત પાણી ખેતી, પીવા માટે, ઈન્ડસ્ટ્રીઝ માટે
આભાર – નિહારીકા રવિયા ખેંચવામાં આવે છે. એ જ વરસાદી પાણીને જમીનમાં ફરી રિચાર્જ-ઉતારવા માટે જન
જાગૃતિનો અભાવ છે. જળસંચય એ કામ સરકારનું છે. તેવા શબ્દો વચ્ચે માનવજાત પોતાની ફરજથી હાથ ઉંચા કરી દે છે. જે જરાપણ વ્યાજબી વાત ના ગણી શકાય. આમ છતાં ઘણી સંસ્થાઓ અને જાગૃત નાગરિકો જળસંચય માટે કામ કરી રહ્યા છે. પિવાના પાણી માટે એક સમયે વલખા મારતુ કચ્છ આજે નર્મદાના નીર અને ખેડૂતોની મહેનતના હિસાબે દેશ-વિદેશમાં પોતાની ખેતીક્ષેત્રની ઓળખ ઉભી કરી શકયું છે. કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા એની જેમ આજે કચ્છની ખેતી પણ જાવા જેવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના પ્રગતિશીલ ખેડૂતો પોતાના ખેત ઉત્પાદન અને બાગાયતી પાકોને પરદેશ પણ મોકલી રહ્યા છે. આમ તો ૭૦ વર્ષની જૈફ વયે પહોંચેલા જૈન વણીક સમાજનાં સાત ચોપડીનું અક્ષરજ્ઞાન ધરાવતા તારાચંદભાઈ પ્રેમજીભાઈ દેઢીયા-કોટડા(રોહા) તા.નખત્રાણા, જિ.કચ્છના પ્રગતિશીલ ખેડૂત છે. શેઠનો વ્યવસાય મુંબઈમાં અનાજ-કરિયાણાનો જથ્થાબંધ વેપાર ખરો પરંતુ કચ્છની ધરા સાથેના લગાવના કારણે વતન કચ્છ આવીને બાગાયતી ખેતીમાં હાથ અજમાવ્યો. આજથી છ વર્ષ પહેલા ર૦ એકર જમીનમાં ૧ર બાય ૧ર નાં માપ પ્રમાણે મહારાષ્ટ્રનાં પુનાથી ન્યુ સેલા વેરાયટીના મોસંબીના રોપાઓ લાવીને વાવેતર કરેલ ત્યારે એક રોપનો ભાવ રૂ. ૩પ અને ખર્ચ ૬ રૂપિયા આમ રૂ. ૪૧માં એક રોપની પડતર થઈ હતી અને એકરમાં ૩૦૦ રોપાનું વાવેતર થયેલ. વાવેતરના ત્રીજા વર્ષથી ઉત્પાદન શરૂ થયેલ અને સારી કમાણી દેખાતા બાકીની ૩૦ એકર જમીનમાં મોસંબીનું વાવેતર પણ કરેલ છે. આજથી ૬-૭ વર્ષ પહેલા વાવેતર કરેલ ર૦ એકર જમીનમાં ઉભેલ મોસંબીનાં પાક આ વર્ષે કોન્ટ્રાકટ ફા‹મગથી આપેલ છે અને રૂ. ર૦ લાખમાં કોન્ટ્રાકટ આપેલ છે. જેમ-જેમ મોસંબીના ઝાડ મોટા થશે તેમ-તેમ તેની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. જેના પરિણામે આવક પણ વધશે. મોસંબીના બગીચામાં સામાન્ય માવજત રહે છે. ઉપરાંત ૧૦૦% ડ્રીપથી પિયત આપવામાં આવે છે. એટલે જરૂરી ખાતરો ડ્રીપ મારફતે જ ઝાડને સિધ્ધા પહોંચી જાય છે. તારાચંદભાઈ કહે છે માઈનીંગનો મોટો વ્યવસાય અને મુંબઈના વ્યવસાય વચ્ચે જા મનને શાંતિ અપાવતો વ્યવસાય હોય તો તે ઉત્તમ ખેતી છે. પરંતુ ખેતી એ બીજાના ભરોસા ઉપર સાવ ન થાય તમારી જમીન ઉપર આંટો મારીને નિરીક્ષણ કરો. રોગ, જીવાત અને પાક ઉપર હવામાનની અસરો જેવા વિષયોના ખેડૂતો પોતે જાણકાર બને એ જરૂરી છે. મોસંબીની બાગાયત ખેતી અપનાવવા જેવી ખરી. તારાચંદભાઈ દેઢીયાનો સંપર્ક નં. ૯પ૧ર૩ ૪રર૮૭ છે.