આઇપીએલના નિયમ મુજબ, ફિલ્ડિગ ટીમ મેચ દરમિયાન કોઈપણ સમયે ઓન સાઈડ કે ઓફ સાઈડ પર ૫ થી વધુ ફિલ્ડરો રાખી શકતી નથી, જે નિયમનું મુંબઈ ઇન્ડીયન્સ ટીમ દ્વારા ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. મુંબઈ તરફથી ઇનિંગની પાંચમી ઓવર ફેંકી રહેલા વિલ જેક્સે પોતાની ઓવરના ત્રીજા બોલ પર પાંચથી વધુ ફિલ્ડરો ઓન સાઈડ પર રાખ્યા હતા જ્યારે તેણે ઓફ સાઈડ પર ફક્ત ત્રણ ફિલ્ડરો રાખ્યા હતા. ફિલ્ડ અમ્પાયરે તરત જ ભૂલ પકડી અને બોલને નો-બોલ જાહેર કર્યો, જેના કારણે આગળનો બોલ ફ્રી-હિટ બન્યો જેના પર વિપ્રાજ નિગમે સિક્સર ફટકારી.
આ મેચ મુંબઈ ઈન્ડીયન્સ ટીમ માટે દિલ્હી કેપિટલ્સ સામે ખૂબ જ મહત્વપૂર્ણ હતી જેમાં તેઓએ ૫૯ રનથી જીત મેળવી અને આ સિઝન માટે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. મુંબઈ ઈન્ડીયન્સની સિઝનની શરૂઆત સારી રહી ન હતી કારણ કે તેઓ તેમની પહેલી પાંચમાંથી ચાર મેચ હારી ગયા હતા, પરંતુ પછી તેઓએ મજબૂત વાપસી કરીને સતત છ મેચ જીતી લીધી અને હવે પ્લેઓફમાં સ્થાન સુરક્ષિત કરવામાં સફળ રહ્યા છે. મુંબઈ ઈન્ડીયન્સ ટીમે આ સિઝનમાં લીગ સ્ટેજમાં હજુ એક મેચ રમવાની છે, જે ૨૬ મેના રોજ પંજાબ કિંગ્સ ટીમ સામે રમશે.
દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડીયન્સની જીતમાં સૂર્ય કુમાર યાદવની ૭૩ રનની અણનમ ઇનિંગ્સ જોવા મળી હતી, જ્યારે મિશેલ સેન્ટનર અને જસપ્રીત બુમરાહનું બોલિંગ પ્રદર્શન પણ જાવા મળ્યું હતું કારણ કે તેઓએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.














































