દર વર્ષે ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી દેશભરમાં ગણેશ મહોત્સવની શરૂઆત થાય છે. અહીં તમને જણાવી દઈએ કે, આ વખતે ગણેશ મહોત્સવ શનિવાર ૭ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને ગણેશ વિસર્જન ૧૭ સપ્ટેમ્બરે કરવામાં આવશે. અહીં તમને જણાવી દઈએ કે ગણપતિ મહોત્સવ ખાસ કરીને મહારાષ્ટÙમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. મુંબઈમાં ગણપતિની દરેક મૂર્તિ ખુદ પોતાનામાં જ અદ્ભુત છે.
અહીં તમને જણાવી દઈએ કે, લાલબાગચા રાજા મુંબઈના રાજા છે, તેમની ખ્યાતિ આખી દુનિયામાં છે. પરંતુ, મુંબઈમાં એક અન્ય ગણપતિ પણ છે, જે પોતાની સંપત્તિ, કરોડો રૂપિયાનો વીમો અને વિશેષ પૂજા વિધિ, પંડાલ, વ્યવસ્થા અને પરંપરાઓને કારણે ચર્ચામાં રહે છે. મુંબઈના વડાલામાં કિંગ્સ સર્કલ પાસે સ્થીત જીએસબી સેવા મંડળના આ મહાગણપતિ છે. જીએસબી એટલે ગૌડ સારસ્વત બ્રાહ્મણ એટલે તેમનો જ પંડાલ, તેઓ પોતે જ રસોઈયા પણ અને આ પંડાલના કાર્યકર્તા પણ તેઓ જ.
અહીં તમને જણાવી દઈએ કે, ગયા વર્ષે જીએસબી પંડાલમાં બાપ્પાની મૂર્તિને ૬૬ કિલો સોના અને ૨૯૫ કિલો ચાંદીથી શણગારવામાં આવી હતી. આ વખતે બાપ્પાની મૂર્તિને ૬૯ કિલો સોનાના આભૂષણો અને લગભગ ૩૩૬ કિલો ચાંદીના ઘરેણાંથી શણગારવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વખતે ગણપતિ પંડાલનો ૪૦૦.૮ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. આ સાથે પંડાલને સંપૂર્ણ રીતે ફાયર પ્રુફ બનાવવામાં આવી રહ્યો છે અને પ્રવેશ ઊઇ કોડ દ્વારા થશે. અહીં બાપ્પાના દર્શન ૫ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.
જીએસબી પંડાલમાં દર્શન કરવા માટે સૌપ્રથમ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ પછી જ તમને ઊઇ કોડ મળશે. તેને સ્કેન કર્યા પછી જ પંડાલમાં પ્રવેશ કરી શકાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, પંડાલમાં દરરોજ લગભગ ૧૬ હજાર લોકો ભોજન કરી શકશે અને દરેક ભક્તને પ્રસાદની થેલી આપવામાં આવશે. ગત વર્ષે પંડાલમાં દરરોજ ૨૦ હજાર લોકો આવ્યા હતા. બાપ્પાનો દરબાર સવારે ૭ વાગ્યે ખુલશે અને રાત્રે ૧૧ વાગ્યા સુધી તેમના દર્શન કરી શકાશે.