નવરાત્રિના તહેવારો દરમિયાન વડોદરાના ગરબામાં કપલના કિસિંગ વીડિયોના કારણે વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ હવે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં કેટલાક યુવકો દ્વારા યુવતીને બોલાવી રસ્તા પર જ જન્મદિવસની ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. યુવકો અને યુવતી વાઈરલ વીડિયોમાં ફક્ત ડાન્સ નથી કરતાં, પણ બીભત્સ ચેનચાળા કરતાં જાવા મળી રહ્યાં છે.પોલીસે વીડિયો મામલે તપાસ શરૂ કરી વીડિયોમાં દેખાતા શખ્સની શોધખોળ શરૂ કરી છે. આ મામલે આગામી સમયમાં ગુનો નોંધાઈ શકે છે.જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે એ અમદાવાદના કુબેરનગર વિસ્તારનો છે. આ વિસ્તારમાં રહેતા એક યુવક દ્વારા પોતાનો જન્મદિવસ હોવાથી બર્થ ડે પાર્ટીનું આયોજન કરાયું હતું. રસ્તા પર આયોજિત બર્થડે પાર્ટીમાં ડાન્સ કરી રહેલા યુવકોની સાથે એક યુવતી પણ હાજર હતી.બર્થડે બોય અને યુવતી ડાન્સ દરમિયાન બીભત્સ હરકતો કરતા જાવા મળી રહ્યાં છે. જ્યારે એક યુવક યુવતી પર ચલણી નોટનો વરસાદ કરી રહ્યો છે.જાહેરમાં રસ્તા પર બર્થડે પાર્ટીની ઉજવણી કરી બિભત્સ ચેનચાળા કરતા યુવકનો વીડિયો વાઈરલ થતા પોલીસે વીડિયોમાં દેખાતા શખ્સની ઓળખ મેળવી તેની શોધખોળ હાથ ધરી છે. આ મામલે પોલીસ આગામી સમયમાં ગુનો નોંધી શકે છે.સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરને લાંછન લગાડતાં વધુ બે ખેલૈયા કપલના વિવાદાસ્પદ વીડિયો વાઈરલ થયા હતા.શહેરના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં દુષ્કર્મકેસના આરોપી વિલ્સન સોલંકી દ્વારા પત્ની સાથેની રીલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. આ ઉપરાંત શહેરના લક્ષ્મીવિલાસ પેલેસમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ એક કપલ દ્વારા જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી, જે સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં વિવાદ શરૂ થયો હતો. માતાજીની ભÂક્તના પવિત્ર તહેવાર નવરાત્રિના માહોલમાં કપલની શરમજનક હરકતથી લોકોમાં રોષ જાવા મળ્યો હતો. અમદાવાદમાં જાહેર રસ્તાઓ પર ઉત્પાત મચાવવાની ઘટનાઓ ફરી સામે આવી છે.તાન્યા ટ્રાવેલ્સના કર્મચારીઓએ નવી લક્ઝરી બસ આવવાની ખુશીમાં શહેરના ઝ્ર્સ્ એક્સપ્રેસ હાઈવે પર લોકોના જીવ જાખમમાં મૂક્યા હતા. આરોપીઓ યશ નંદુરબારે અને જય પંચાલે રસ્તાનો એક તરફનો ભાગ લક્ઝરી બસ મૂકીને રોકી દીધો હતો અને ત્યાર બાદ જાહેર રોડ પર ફાયર ગન દ્વારા આડેધડ આતશબાજી કરી હતી, જેના કારણે રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયઇલ થતાં જ આઇ ડિવિઝન ટ્રાફિક-પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને બંને આરોપીની ધરપકડ કરી છે, જેઓ ટ્રાવેલ્સની ઓફિસમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે.







































