મરેલી અને મુંબઈના બિલ્ડર્સ લોબીમા સૌથી મોટુ નામ ધરાવતા અભય લોઢા વિરુદ્ધ CID ક્રાઇમમા કરોડોની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. અભય લોઢા વિરૂદ્ધ ૪૦ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવા પામી હતી. આરોપીએ ફરિયાદીની ૪૦ કરોડની મિલકત ગિરવે મુકાવી ૩૮ કરોડની લોન અપાવી ઉચાપત કરી હતી.
લોન પેટાના પૈસા પરત માંગતા આરોપીએ ફરિયાદીના એકાઉન્ટમા માત્ર ૬ કરોડ પરત કર્યા. આ બાબતે જ્યારે ફરીયાદીએ લોન અંગેની તપાસ કરતા આવી કોઈ લોન મંજુર ન થઈ હોવાનું જોણવા મળ્યું. આરોપીઓ ફરિયાદીના મિલકતના નામથી અસુતી પ્રા. લિ. કંપનીમાં અગાઉ ૫૦ કરોડની લોન મેળવેલી હતી.
જે એકાઉન્ટ NPA થઈ ગયુ હતુ. આરોપીએ બેન્કના ચેરમેન સાથે મળી ફરિયાદીને લોભ અને લાલચ આપી દસ્તાવેજો ગેરંટેડમા મુકાવી ગુનો આચર્યો હતો. આરોપી અભય લોઢાની ધડપકડ કરી અમરેલી CID ક્રાઇમે કોર્ટમાં રજૂ કરતા જોમીન નામંજૂર થતા જેલ હવાલે કરાયો.