મુંબઈના ગોરાઈ બીચ પર એક સડી ગયેલા મૃતદેહના ૭ ટુકડા મળી આવ્યા છે, જેનાથી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસને આ વ્યક્તિની લાશ પ્લાસ્ટીકની થેલીમાંથી મળી આવી હતી. મૃતદેહ અંગેની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે રિકવર કરાયેલા મૃતદેહની હજુ સુધી ઓળખ થઈ નથી. મુંબઈની ગોરાઈ પોલીસે કેસ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોરાઈ પોલીસે મુંબઈના બાબરપાડા વિસ્તારમાં સ્થિત શેફાલી ગામમાંથી મૃતદેહ મેળવ્યો છે અને હાલમાં ફોરેન્સીક ટીમ કેસની તપાસ કરી રહી છે. જ્યાંથી મૃતદેહ મળ્યો તેની આસપાસના લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
પોલીસે જણાવ્યું હતું કે લાશને જુદા જુદા ભાગોમાં કાપીને બોરીઓમાં રાખવામાં આવી હતી. હાલ આ કેસમાં મૃતકની ઓળખ થઈ શકી નથી. પોલીસ દ્વારા એક વિશેષ ટીમની રચના કરવામાં આવી છે અને નજીકના પોલીસ સ્ટેશનમાંથી સીસીટીવી ફૂટેજ અને માહિતી પણ એકત્ર કરવામાં આવી રહી છે કે જા કોઈ વ્યક્તિના ગુમ થયાની ફરિયાદ નોંધવામાં આવે તો પહેલા મૃતદેહની ઓળખ થઈ શકે.
આ મહિનાની શરૂઆતમાં કાનપુરમાં એક હત્યાનો મામલો પણ ચર્ચામાં રહ્યો હતો. અહીં ડીએમ નિવાસના કમ્પાઉન્ડની અંદરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાની હત્યા તેના જિમ ટ્રેનર દ્વારા કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે હત્યાના દિવસે જ્યાં મહિલાની હત્યા કરવામાં આવી હતી અને જ્યાંથી તેની લાશ મળી હતી તે બંને જગ્યાએ સીસીટીવી કેમેરા કામ કરતા ન હતા. લગભગ ૨૦ મિનિટ સુધી જિમની બહારના કેમેરા બંધ રહ્યા અને આ દરમિયાન મહિલાની હત્યા કરવામાં આવી. તે જ સમયે, મહિલાને પણ ડીએમ કમ્પાઉન્ડમાં દફનાવવામાં આવી હતી. ત્યાંના સીસીટીવી કેમેરા કામ કરતા ન હતા. પરિવારે આ ઘટના અંગે ડીએમ નિવાસના સ્ટાફ પર આરોપ લગાવ્યો હતો.