મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ડાયરેકોટોરેટ ઓફ રેવેન્યુઈન્ટેલિજન્સે ૨૪૭ કરોડરૃપિયાનું ૩૫ કિલો હેરોઈન પકડી પાડયું હતું. આ સંદર્ભે ઝીમ્બાબ્વેથી આવેલ એક પુરૃષ અને એક મહિલાની ધરપકડ કરી આ સંદર્ભે વધુ તપાસ આદરી હતી. ડીઆરઆઈએ આ સમગ્ર પ્રકરણ ત્યારબાદ વધુતપાસ માટે એર ઈન્ટેલિજન્સ યુનિટે સોંપી દેવામાં આવ્યું છે.
આ સંદર્ભે પ્રાપ્ત વિગતાનુસાર ડીઆરઆઈએ છેલ્લા થોડા સમયથી તસ્કરી કરતા લોકોને ઝડપી લેવાનું અભિયાન તેજ કર્યું છે. આ સંદર્ભે તેમને મળેલી ગુપ્ત માહિતીને આધારે ડીઆરઆઈએ ગુરૃવારે મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ચોકસાઈ વધારી હતી. આ સમયે અદિસ-અબાબાથી અલગ અલગ રૃટથી આવેલ ૪૬ વર્ષીય એક મહિલા અને ૨૭ વર્ષીય એક પુરુષને શંકાને આધારે અટકાવી તેમની ઝડતી લેતા તેમના સામાનમાંથી ૨૪૭ કરોડ રૃપિયાનું ૩૫ કિલો હેરોઈન મળી આવ્યું હતું. આ ઘટના બાદ ડીઆરઆઈએ આ બન્ને જણની ધરપકડ કરી આ સંદર્ભે વધુ તપાસ માટે એર ઈન્ટેલિજન્સ યુનિટને સોંપ્યા હતા.
ડીઆરઆઈએ અત્યાર સુધીમાં કરેલી આ સૌથી મોટી કાર્યવાહી છે. મુંબઈના એરપોર્ટ પરથી ુપકડાયેલો ડ્રગ્સનો આ સૌથી મોટો જથ્થો હોવાનું કહેવાય છે. ડીઆરઆઈએ હાલ ઓપરેશન ચેક શર્ટ નામનું અભિયાન હાથ ધર્યું છે. આ અભિયાન હેઠળ તસ્કરી અને વિદૅશી નાણાંને ગેરકાયદે દેશમાં ઠાલવતા અથવા દેશમાંથી વિદેશમાં મોકલતા લોકો પર ગાળીયો કસ્યો છે. ડીઆરઆઈએ નવેમ્બર મહિનાના અંતમાં શારજોહ જતા બે નાગરિકોને રોકી તેમની ઝડતી લેતા તેમની બેગમાંના વિશેષ પોલાણમાંથી ૩.૭ કરોડ રૃપિયાનું મૂલ્ય ધરાવતા યુ.એસ.ડોલર અને દિરહામ પકડી પાડયા હતા. આ પ્રકારની અન્ય એક કાર્યવાહીમાં ડીઆરઆઈએ તાઈવાન-દક્ષિણ કોરિા- હોંહકોંગથી દિલ્હી એરપોર્ટ પર એર કાર્ગો દ્વારા આવેલ ૪૨ કરોડ રૃપિયાની સોનાની તસ્કરીનો પર્દાફાશ કરી આ સોનાનો જથ્તો જપ્ત કર્યો હતો. આ સોનોનો જથ્થો મશીનરી પાર્ટસ સ્વરૃપે સંતાડીને લઈ આવવામાં આવ્યો હતો.
નાર્કોટિકસ કન્ટ્રોલ બ્યુરોની જેમ મુંબઈ પોલીસની એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં મહાનગરમાંથી ૩૪૧૪ કિલો કેફીદ્રવ્ય પકડી પાડવામાં આવ્યું હતું જેની કિંમત કરોડોમાં અંદાજવામાં આવે છે. ૨૦૨૧ દરમિયાન પોલીસની એન્ટી નાર્કોટિકસ સેલે લગભગ ૮૩ કરોડનું ડ્રગ્સ હસ્તગત કર્યું હતું.
નાર્કોર્ટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ ક્રુઝ ડ્રગ્સ પ્રકરણનો પર્દાફાસ કર્યો એ પહેલાં જ સુશાંતસિંહ રાજપૂતના મોત વખતે બોલીવૂડના ડ્રગ કનેકશન પર નજર ઠેરવીને પૂરજોશમાં કાર્યવાહી શરૃ કરી હતી. આમાં બોલીવૂડની અનેક હસ્તીઓ પર તવાઈ આવી હતી. એનસીબીની તપાસમાં એવું પણ જોણવા મળ્યું હતું કે બોલીવુડ સ્ટાર જ નહીં પણ સ્ટાર સંતાનો પણ નશીલી દવાઓનો છૂટથી ઉપયોગ કરે છે. આ સ્ટાર સંતાનો મોં માંગી કિંમતે ડ્રગ્સ ખરીદતા હોવાથી કેફી દ્રવ્યો પૂરા પાડતી દલાલોની આપી સિન્ડીકેટ હોવાનું બહાર આવ્યું હતું.