ગત સોમવારની મોડી રાત્રે મુંબઈના કુર્લા વિસ્તારમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા ૧૭ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના નિર્વાણ માટે પૂજ્ય મોરારીબાપુએ પ્રાર્થના કરી છે તથા તેમના પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી શ્રી હનુમાનજીની સાંત્વના રૂપે પ્રત્યેક
મૃતકને રૂપિયા ૫,૦૦૦ પ્રમાણે સહાય મોકલવા વ્યવસ્થા કરાઈ છે. આમ કુલ રૂ.૮૫ હજારની રાશિ મુંબઈ સ્થિત રામકથાના શ્રોતાઓ દ્વારા પહોંચતી કરવામાં આવશે.