સાકીનાકા રેપ અને મર્ડર કેસમાં આરોપીને કોર્ટે સજૉની જૉહેરાત કરી છે. આરોપી મોહન ચૌહાણે દિંડોશી કોર્ટે ફાંસીની સજૉ સંભળાવી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં મોહન ચૌહાણે એક મહિલાની સાથે બળાત્કાર ગુજૉરી તેની નિર્મમ હત્યા કરી હતી, ત્યારબાદ ૧૧ સપ્ટેમ્બરના રોજ પીડિત મહિલાનું મુંબઇના રાજૉવાડી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જૉકે સાકીનાકા રેપ અને મર્ડર કેસમાં અભિયોજન પક્ષે બુધવારે ૪૫ વર્ષીય દોષી માટે મોતની સજૉ ફટકારવાનો અનુરોધ કર્યો હતો, જેને ગત સપ્ટેમ્બરમાં મુંબઇના સાકીનાકા વિસ્તારમાં ૩૪ વર્ષની એક મહિલાની સાથે રેપ ગુજૉર્યો હતો અને તેના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો નાખીને તેની હત્યા કરી હતી. અભિયોજને કહ્યું કે આ અપરાધ દુર્લભતમ શ્રેણીમાં આવે છે.
આરોપી મોહન ચૌહાણને ૩૦મેના રોજ એડિશનલ સત્ર ન્યાયાધીશ (ડિંડોશી કોર્ટ) એચ સી શેંડે દ્રારા રેપ અને મર્ડર માટે ભારતીય દંડ સંહિતાના વિભિન્ન જૉગવાઇઓ હેઠળ દોષી ગણાવ્યા હતા. તો બીજી તરફ કોર્ટે દોષીને ફાંસીની સજૉની જૉહેરાત કરી છે. ‘મહિલાઓ પક્ષ તરફથી રજૂ કરવામાં આવેલા અધિવક્તા મહેશ મૂલેએ બુધવારે કોર્ટમાં દલીલ કરી હતી કે આ એક મહિલા અને તે અનુસૂચિત જૉતિની મહિલા વિરૂદ્ધ અપરાધા છે, જે તેને વધુ ગંભીર બનાવે છે, તેમણે કહ્યું કે આ રાત્રે એક સહાય, એકલી મહિલા પર ભીષણ હુમલો છે, જેથી મુંબઇ જેવા મહાનગરોમાં મહિલાઓની સુરક્ષાને લઇને ડર પેદા કરે છે.